Last Updated on by Sampurna Samachar
ભાજપ નેતાને પાકિસ્તાનથી મળી ધમકી
ખાર પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના નેતા નવનીત રવિ રાણાને પાકિસ્તાન તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના ચકચારી સમાચાર સામે આવ્યા છે. જ્યાં ધમકીભર્યા ફોન કોલમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ અમારી પાસે તમારા વિશે બધી માહિતી છે.’ હિન્દુ સિંહણ, તું થોડા દિવસની મહેમાન છે, અમે તને મારી નાખીશું, ન તો સિંદૂર બચશે અને ન તો તેને લગાવનાર.
વાત કરીએ તો ભાજપા નેતા નવનીત રાણાને પાકિસ્તાનથી અલગ અલગ નંબરો પરથી ફોન આવ્યા છે. ધમકી મળ્યા બાદ નવનીત રાણાએ મુંબઈની ખાર પોલીસને તેની જાણ કરી. નવનીત રાણાને અગાઉ પણ પાકિસ્તાન તરફથી ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ઓપરેશન સિંદૂર પછી નવનીત રાણાનું નિવેદન
ઓપરેશન સિંદૂર પછી નવનીત રાણાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, “ઘરમાં ઘુસીને માર્યા છે, તેઓએ તમારી કબર ખોદી છે. દેશના સિંહાસન પર તારા બાપ મોદી બેઠા છે, નાનું પાકિસ્તાન શું કહી શકે, બકરીની માતા ક્યાં સુધી તેના કલ્યાણ માટે પ્રાર્થના કરતી રહેશે. આ ઉપરાંત, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ કરીને લખ્યું, “સિંદૂરનો બદલો સિંદૂરથી લીધો, જય હિંદ-જય ભારત.”
નવનીત રાણા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિ માટે અનામત અમરાવતી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે પહેલી વાર સાંસદ બન્યા હતા. આ પછી, ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે તેમને અમરાવતીથી મેદાનમાં ઉતાર્યા, જોકે, તેમને કોંગ્રેસના બળવંત બસવંત વાનખેડેથી હારનો સામનો કરવો પડ્યો હતો.