Last Updated on by Sampurna Samachar
સુનાવણી ચાલે ત્યાં સુધી કેન્દ્ર સરકાર ઍક્ટની જોગવાઈઓનો અમલ કરશે નહીં
સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં જુઓ શુ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટ વક્ફ (WAQF) સંશોધન અધિનિયમ ૨૦૨૫ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે ૨૦ મેના રોજ સુનાવણી કરશે. ત્યારે સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં જણાવ્યું હતું કે, સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ખાતરી આપી છે કે, સુનાવણી ચાલે ત્યાં સુધી કેન્દ્ર સરકાર ઍક્ટની જોગવાઈઓનો અમલ કરશે નહીં.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ગવઈએ વકીલોને આગામી સુનાવણી પહેલાં સંપૂર્ણ તૈયારીઓ પોતાની દલીલો-મુદ્દાઓનો કોન્સોલિડેટેડ રિપોર્ટ અગાઉથી રજૂ કરવા કહ્યું છે. જેથી કેસ લંબાય નહીં. આ મામલે સુનાવણીમાં CJI બી. આર. ગવઈ અને જસ્ટિસ એ જી મસીહની બેન્ચે જણાવ્યું હતું કે, અમે વક્ફ સંશોધન અધિનિયમ ૨૦૨૫ માં ત્રણ મુદ્દાઓ પર વચગાળાની રાહત આપવાની જરૂર છે કે કેમ તેના પર વિચારણા કરીશું. આ ત્રણ મુદ્દા વક્ફ બાય યુઝર, વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડ તથા વક્ફ હેઠળ સરકારી જમીનની ઓળખ છે.