Last Updated on by Sampurna Samachar
કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ થયો
ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડ બનાવાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે.અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને ૪૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં ૮ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણમાહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયાછે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાનીસંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં ૧૮ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.
જેમાં તમામ પાંચેયશેડમાં આગ લાગી ગઈ છે
મળતી માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમ’ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ દુર્ઘટના બની છે. ત્રિશૂર પુરમ કેરળનોસૌથી ભવ્ય અને પ્રસિદ્ધ વાર્ષિક મંદિર ઉત્સવ છે.
આ ઉત્સવને ‘પૂરમોંની જનની’ પણ કહેવામાં આવે છે. ત્રિશૂરના વડક્કૂનાથન મંદિરમાં મલયાલમ મહિનામાં(એપ્રિલ–મે)માં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ૧૮મી સદીથી શરૂ કરાયેલા આ ઉજવણીમાં સજાવાયેલાહાથીઓ, પારંપરિક ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદર્શન અને શાનદાર આતશબાજી મુખ્યઆકર્ષણ જમાવે છે.રિપોર્ટ મુજબ, ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં આતશબાજી કરવા માટે ફટાકડા લાવવામાં આવ્યાહતા, જેને તિરુવંબડીમાં પાંચ શેડની અંદર રખાયા હતા.
ત્યારે મંગળવારે અચાનક આ ફાટકડાઓમાં આગ લાગ્યા બાદ ભાયનક વિસ્ફોટ થયો હતો. જાેતજાેતામાંફટાકડા ફૂટવા લાગ્યા હતા. બીજીતરફ આ ઉત્સવ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેના કારણેઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે,
જ્યારે ૪૦ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.૧૮ ઈજાગ્રસ્તોને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા છે, જ્યારે૨૨ લોકોને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા છે. ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ ૧૮ ઈજાગ્રસ્તોમાંથી ૮ની હાલતગંભીર હોવાની વિગત સામે આવી છે. ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડબનાવાયા હતા, જેમાં તમામ પાંચેય શેડમાં આગ લાગી ગઈ છે. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહીછે.