Last Updated on by Sampurna Samachar
૨૨ ક્રૂ મેમ્બરમાંથી ૧૮ ના દીલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા
શિપ બંદરગાહ ૧૦ થી ૧૫ ડિગ્રી ઝુકી ગયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના તટની પાસે કાર્ગો શિપમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. જ્યાં સતત ૩ દિવસથી આ આગ પર કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ અગ્નિકાંડના કારણે મોટુ નુકસાન થયુ હોવાની માહિતી છે. વાત કરીએ તો ૨૨ ક્રૂ મેમ્બરમાંથી ૧૮ ના દીલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તો ૪ ક્રૂ હજુ ગુમ છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ અવિરત ચાલી રહ્યો છે. સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહી છે. આ મામલે ભારતીય તટરક્ષકે વધારે માહિતી આપી છે.
ભારતીય તટરક્ષકે કહ્યુ કે મિડ શિપ લઇને એકોમોડેશન બ્લોકની આગળ કન્ટેનર સુધી આગથી વિસ્ફોટ થઇ રહ્યા છે. દૂર દૂર સુધી પ્રચંડ વિસ્ફોટનો અવાજ આવી રહ્યો છે. ફોવર્ડ બેમાં લાગેલી આગ હવે નિયંત્રણમાં છે. જોકે સતત ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. શિપ બંદરગાહ ૧૦ થી ૧૫ ડિગ્રી ઝુકી ગયુ છે. સાથે સાથે શિપની તરફ કટેનર સમુદ્રમાં પડવાની સુચના મળી છે.
રાહત માટે જહાજ અને વિમાન ઘટનાસ્થળે મોકલાયા
આ શિપ શ્રીલંકાના કોલંબોથી મુંબઇ ન્હાવા શેવા પોર્ટ જઇ રહી હતી અને તેમાં ૨૨ ક્રૂ મેમ્બર સવાર હતા. વિસ્ફોટના બાદ ભારતીય તટરક્ષક બળને સંકટનો સંકેત મળતા જ તાત્કાલીક બચાવ કાર્ય શરૂ કરી દીધુ હતુ. INS સૂરતે આ રાફ્ટથી ૧૮ લોકોના જીવ બચાવ્યા છે.
ભારતીય તટરક્ષક બળ (ICG ) એ તરત જ રાહત અને બચાવ કાર્ય માટે ઓપરેશન શરૂ કરી દીધુ છે. કોસ્ટગાર્ડની ડોર્નિયર વિમાન (CGDO) ને ઘટના સ્થળે જાણકારી મેળવવા મોકલવામાં આવ્યુ છે. આ સાથે ત્રણેય સેના ICGS રાજદૂત( ન્યુ મેંગલોર) ICGS અર્ણવેષ (કોચ્ચી) ICGS સચેત અટટ્ટી થી તાત્કાલીક રીતે રવાના કરી દેવામાં આવ્યા છે.
તટરક્ષક બળે કહ્યુ કે ગુમ લોકોની શોધખોળ અને તલાશ અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક ઉપચાર આપવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જહાજ પર રહેલા બાકી ક્રુ મેમ્બર હાલ સુરક્ષિત છે. તટરક્ષક બળ સ્થતિ પર ખુબજ બારીકાઇથી નજર રાખી રહ્યુ છે. રાહત માટે જહાજ અને વિમાન ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યા છે. તમામ પ્રકારની સહાય કરવામાં આવી રહી છે.