Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રીએ (MLA-LAD) માં મોટો કાપ મૂકવાની જાહેરાત કરી
આ નિર્ણયથી વિકાસ કાર્ય વધુ પારદર્શક રીતે થઈ શકશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ ઘણા મોટા ર્નિણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, દિલ્હી સરકારે ધારાસભ્યોના પ્રાદેશિક વિકાસ ભંડોળ (MLA-LAD) માં મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે, જે આપ સરકારે ચૂંટણી પહેલા જ વધારી દીધી હતી.
રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની દિલ્હીની ભાજપ સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ધારાસભ્યોના સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ (MLA-LAD) માં મોટો કાપ મૂકવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય બાદ હવે દરેક ધારાસભ્યને તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે વાર્ષિક ૧૫ કરોડ રૂપિયાને બદલે ૫ કરોડ રૂપિયા આપવામાં આવશે.
દિલ્હીના રાજકારણમાં હલચલ
સરકારના આ ર્નિણય બાદ દિલ્હી (DILHI) રાજકારણમાં હલચલ મચી ગઈ છે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા જ આપ સરકારે (MLA-LAD) ફંડ ૧૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૫ કરોડ રૂપિયા કરી દીધું હતું.
દિલ્હી સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ‘૨ મેના રોજ કેબિનેટના ર્નિણય મુજબ, (MLA-LAD) ફંડ વધારીને ૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.’ ધારાસભ્યો આ પૈસાનો ઉપયોગ તેમના વિસ્તારમાં માળખાગત સુવિધાઓ, રસ્તાઓ, શાળાઓ અને અન્ય વિકાસ કાર્યો માટે કરે છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે ‘આ એક અનિયંત્રિત ભંડોળ હશે. આમાં, સંપત્તિના સમારકામ અને જાળવણી માટે કોઈપણ મર્યાદા વિના ખર્ચ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ભાજપના એક ધારાસભ્યએ કહ્યું કે ‘સરકારે(MLA-LAD) ફંડ હેઠળ ૩૫૦ કરોડ રૂપિયા અલગ રાખ્યા છે.’ આ પૈસા દિલ્હીના ૭૦ ધારાસભ્યોમાં ૫ કરોડ રૂપિયાના દરે વહેંચવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સરકારે બિનજરૂરી ખર્ચ રોકવા માટે આ પગલું ભર્યું છે. આ ઉપરાંત, આનાથી વિકાસ કાર્ય વધુ પારદર્શક રીતે થઈ શકશે.