Last Updated on by Sampurna Samachar
સૌથી વધુ કેરળ , મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત કુલ કેસ ૩૩૯૫
આ વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી તેમ સરકારે કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. જે કેસના વધારાએ લોકો અને સરકારની ચિંતા વધારી દીધી છે. વાત કરીએ તો સમગ્ર દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૬૮૪ કેસ સામે આવ્યા છે તથા ચાર લોકોનાં મોત થયા છે. આ સાથે કુલ કોરોના (CORONA) ના કેસ ૩૩૯૫ થયા છે. જ્યારે કોરોનાથી કુલ ૨૨ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
વાત કરવામાં આવે તો દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે, જ્યાં ૨૪ કલાકમાં નવા ૧૮૯ કેસ સાથે કુલ ૧૩૩૬ કેસ નોંધાયા છે. સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, માત્ર લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મે મહિનાના અંતમાં કોરોનાના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૩૯૫ થઈ ગઈ છે. બીજી તરફ કોરોનાના ૧૪૩૫ દર્દીએ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા લીધી છે.
કોરોનાના લક્ષણ હોય તેવા બાળકોને સ્કુલે ન મોકલવા
સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને એલર્ટ રહેવા અને ટેસ્ટિંગ વધારવા માટે નિર્દેશ આપ્યા છે. નાગરિકોને પણ હળવા લક્ષણ પણ દેખાય તો તુરંત તપાસ કરાવવા અને જરૂરી સાવચેતીઓનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા અને સ્કૂલો ફરીથી શરૂ થવાના સંદર્ભમાં મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે સર્ક્યુલર જાહેર કરીને બધા જ વાલીઓને તેમના સંતાનોને તાવ, ઉધરસ, ખાંસી અથવા કોવિડ સંબંધિત અન્ય લક્ષણ જોવા મળે તો તેમને સ્કૂલ નહીં મોકલવા વિનંતી કરી છે.
કોરોનાના કેસોમાં અચાનક આવેલા આ વધારા માટે આ બંને વેરિઅન્ટને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જોકે, JN.૧ હજુ પણ કોરોના થવાનું મુખ્ય વેરિઅન્ટ છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, નવા વેરિઅન્ટમાં કંઈક હદે પ્રતિરક્ષાથી બચવાની ક્ષમતા હોઈ શકે છે, પરંતુ આ વેરિઅન્ટ લાંબા સમય સુધી ગંભીર ચેપનું કારણ હોઈ શકે છે તેના કોઈ પુરાવા નથી. કેન્દ્ર સરકારે લોકોને કોરોનાથી ગભરાવાના બદલે સાવચેતી રાખવા માટે જણાવ્યું છે. કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોને કોરોનાનો સામનો કરવા માટેની યોજનાઓ તૈયાર કરી બેઠક યોજવા માટે જણાવ્યું છે.