Last Updated on by Sampurna Samachar
મુદત વધારા સાથે ગેરલાભાર્થીઓ પર સરકારની કડક નજર
આ બદલાવની વચ્ચે કાર્ડ રિન્યૂઅલ માટેની મુદત ૩૧ માર્ચથી વધારીને ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી લંબાવવાનોર્નિણય લેવાયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં આયુષ્માન યોજનાને લઈને હવે એક નવી દિશા જોવા મળી રહી છે. અત્યાર સુધી યોજનાનો વ્યાપવધારવા પર ભાર મૂકાતો હતો, પરંતુ હવે સરકારનું ધ્યાન ‘યોગ્ય લોકોને યોગ્ય લાભ’ મળે તે સુનિશ્ચિત કરવાપર કેન્દ્રિત થયું છે.

આ બદલાવની વચ્ચે કાર્ડ રિન્યૂઅલ માટેની મુદત ૩૧ માર્ચથી વધારીને ૩૦ એપ્રિલ ૨૦૨૬સુધી લંબાવવાનો ર્નિણય લેવાયો છે, જેને એક તરફ રાહત અને બીજી તરફ સિસ્ટમને સ્વચ્છ બનાવવા માટેનું પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.
સિસ્ટમને સ્વચ્છ બનાવવા માટેનું પગલું
માહિતી મુજબ, રાજ્યભરમાં ઘણા લાભાર્થીઓ સમયમર્યાદામાં કાર્ડ રિન્યૂ ન કરી શકતા તેઓ યોજનાથી બહારથવાના સંજાેગોમાં હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દસ્તાવેજી પ્રક્રિયાની મુશ્કેલીઓ, માહિતીના અભાવઅને ટેકનિકલ કારણોસર અનેક પરિવારો સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહોતા. આવી સ્થિતિમાં એકમહિના સુધીનો સમયવધારો તેમને ફરી તક આપતો ર્નિણય સાબિત થયો છે.
પરંતુ, આ ર્નિણય માત્ર રાહત પૂરતો મર્યાદિત નથી. તંત્રએ હવે સ્પષ્ટ કર્યું છે કે યોજનાનો લાભ માત્રજરૂરિયાતમંદ અને હકદાર વર્ગ સુધી જ મર્યાદિત રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમની આર્થિક સ્થિતિસુધરી ગઈ છે અને જે હવે આવકની નિર્ધારિત મર્યાદા બહાર છે, તેમને સ્વૈચ્છિક રીતે કાર્ડ રદ કરવાની અપીલકરવામાં આવી રહી છે.
સૂત્રો મુજબ, કેટલીક જગ્યાએ આવક મર્યાદા પાર હોવા છતાં યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો હોવાની નોંધતંત્ર સુધી પહોંચી છે. આ પૃષ્ઠભૂમિમાં હવે ચકાસણી પ્રક્રિયા વધુ કડક બનવાની શક્યતા છે. ખાસ કરીનેસરકારી કર્મચારીઓ અને સુસજ્જ વર્ગના લાભાર્થીઓ પર તંત્રની ખાસ નજર હોવાનું માનવામાં આવે છે.
આ સાથે જ, સામાન્ય નાગરિકોને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે રિન્યૂઅલ પ્રક્રિયાને સરળ બનાવવામાંઆવી છે. ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને એનએફએસએ કાર્ડધારકોને રિન્યૂઅલમાંથી મુક્તિઆપવામાં આવી છે, જેથી તેઓને ફરી દસ્તાવેજી પ્રક્રિયામાંથી પસાર થવું ન પડે. અન્ય લાભાર્થીઓ માટેઆવકનો દાખલો અને આધાર કાર્ડના આધારે સરળ અપડેશનની વ્યવસ્થા રાખવામાં આવી છે.