Last Updated on by Sampurna Samachar
છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧ માં હાથ ધરાઇ હતી
સરકારે ૧૫ વર્ષ પછી વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં ૧ માર્ચ ૨૦૨૭ થી જાતિગત વસ્તી ગણતરી શરૂ થશે. આ જાતિગત વસ્તી ગણકરી બે તબક્કામાં કરાવવામાં આવશે. સૂત્રો પ્રમાણે પહાડી રાજ્યો જેમ કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમચાલ પ્રદેશમાં ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી જાતિગત વસ્તી ગણતરી શરૂ થશે. દેશમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧ માં હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ, ૨૦૨૧ માં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોરોના સમયગાળાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે ૧૫ વર્ષ પછી ૨૦૨૬ માં વસ્તી ગણતરી કરાવવાનો ર્નિણય લીધો છે.
૧. સમાજની વસ્તીની ગણતરી, તેમનું વર્ણન કરવું, તેમને સમજવાની સાથે જ લોકોની કઈ વસ્તુ સુધી પહોંચ છે અને તેઓ કઈ વસ્તુઓથી વંચિત રાખવામાં આવ્યા છે તે જાણવું ફક્ત સામાજિક વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ નીતિ નિર્માતાઓ અને સરકાર માટે પણ મહત્વપૂર્ણ છે.
૨. આ માટે વસ્તી ગણતરી એ એક પ્રકારની પ્રક્રિયા છે. જોકે, વસ્તી ગણતરીના ટીકાકારો માને છે કે સામાજિક માળખાને સંપૂર્ણ રીતે સમજવા માટે જાતિગત વસ્તી ગણતરી નિયમિતપણે હાથ ધરવામાં આવવી જોઈએ.
૩. પ્રથમ જાતિગત ગણતરી સામાજિક-આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી (SECC) તરીકે ૧૯૩૧માં હાથ ધરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને તેનું જાતિનું નામ પૂછવાનો હતો, જેથી સરકાર પુન:મૂલ્યાંકન કરી શકે કે કયા જાતિ જૂથો આર્થિક રીતે સૌથી ખરાબ હતા અને કયા વધુ સારા હતા.
૪. જાતિગત વસ્તી ગણતરીનો હેતુ ફક્ત અનામતનો મુદ્દો જ નથી, પરંતુ જાતિગત વસ્તી ગણતરી મોટી સંખ્યામાં એવા મુદ્દાઓને આગળ લાવશે જેના પર કોઈપણ લોકશાહી દેશને ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા વંચિત લોકોની સંખ્યા અથવા તેઓ કયા પ્રકારનો વ્યવસાય કરે છે. આનાથી વધુ સારી નીતિઓ અને વ્યૂહરચના બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત ચર્ચા પણ થશે.
૫. જોકે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ધર્મો અને ભાષાકીય પ્રોફાઇલ માટે વસ્તી ગણતરીનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.