Last Updated on by Sampurna Samachar
ભીલવાડામાં ત્રિપલ મર્ડર કેસનો સનીસનીખેજ કિસ્સો
હત્યારાની પોલીસ પૂછપરછમાં થયા ચોંકાવનારા ખૂલાસા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના ભીલવાડામાં ત્રણ લોકોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી, જ્યાં એક ચોકીદાર અને બે મિત્રોના ગુપ્તાંગ કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
હવે આ ટ્રિપલ મર્ડર કેસમાં આરોપીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ પહેલા બે મિત્રોની હત્યા કરી અને પછી પૂજારીને મારવા મંદિર ગયો પરંતુ જ્યારે તે પૂજારીને ન શોધી શક્યો ત્યારે તેણે ગાર્ડની હત્યા કરી નાખી. એટલું જ નહીં તેણે પોલીસ પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ ત્રણ હત્યાઓ કરી હતી અને ત્રણેયની હત્યા કર્યા પછી તેમના ગુપ્તાંગ પણ કાપી નાખ્યા હતા.
ખૌફનાક વેબ સિરીઝ જોઇ હત્યાને આપ્યો અંજામ
અયપ્પા મંદિરના ગાર્ડ લાલ સિંહના ગુપ્તાંગને કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના કેસમાં પોલીસે સીસીટીવી અને અન્ય બાબતોના આધારે આરોપી દીપકની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે વધુ બે હત્યાઓનો ખુલાસો કર્યો હતો. આરોપીએ પહેલા તેના મિત્રો મોનુ અને સંદીપને પોતાના ઘરે બોલાવ્યા પછી બંનેને માર માર્યો અને તેમના ગુપ્તાંગ કાપી નાખ્યા. આ પછી તે ઘરને તાળું મારીને બહાર આવી ગયો હતો. બહાર આવ્યા પછી તેણે બીજા મિત્રને ફોન કર્યો પણ જ્યારે તે ન આવ્યો ત્યારે તેણે ખૂબ દારૂ પીધો અને પૂજારીને મારવા મંદિરમાં ગયો પણ પૂજારીને બદલે તેણે ગાર્ડને શોધી કાઢ્યો અને તેને મારી નાખ્યો.
એવું કહેવામાં આવ્યું હતું કે, આરોપી તેના મિત્ર મોનુને મારી નાખવા માંગતો હતો પરંતુ જ્યારે તેનો બીજો મિત્ર સંદીપ તેને બચાવવા ગયો તો તેને પણ મારી નાખ્યો. આરોપી દીપકે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, તેણે મોનુના લવ મેરેજ કરાવ્યા હતા. તેણે મોનુની પૈસા બાબતે મદદ કરી હતી. આરોપી દીપકે મોનુને તેના ઘરે બોલાવ્યો અને સંદીપ પણ મોનુ સાથે આવ્યો. પહેલા ત્રણેયે સાથે દારૂ પીધો અને જ્યારે આરોપી દીપકે છેતરપિંડીનો ઉલ્લેખ કરતા મોનુને માર મારવાનું શરૂ કર્યું, ત્યારે સંદીપ તેને બચાવવા માટે વચ્ચે આવ્યો હતો. ત્યારબાદ દીપકે બંનેને મારી નાખ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન એ પણ બહાર આવ્યું કે, હત્યા પહેલા આરોપીએ તેના મોબાઇલ ફોન પર ઘણી વખત ખૌફ વેબ સિરીઝ જોઈ હતી જેના આધારે તેણે હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. આરોપીને તેના મિત્રો પર કાળા જાદુ કરવાની શંકા હતી, જેના કારણે તેણે તેના મિત્રોને મારી નાખ્યા હતા. બીજી બાજુ એક મિત્રને તો આરોપીએ ૭૦ વાર ફોન કર્યા હતા. પરંતુ તે મિત્રને આરોપી દીપક શું કરવા માંગે છે તે ખબર પડી ગઈ હતી. આથી મિત્રએ દીપકના ફોન ન ઉપાડ્યા અને મોબાઈલ બંધ કરી નાખ્યો.