Last Updated on by Sampurna Samachar
CISF એ શંકાસ્પદ જણાતા મુસાફરની અટકાયત કરી
કોલકાતા એરપોર્ટ પર બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતાથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાથી અફવાથી દોડધામ મચી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલમાં એક મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટ (IndiGo flight) માં એ સમયે અફરા- તફરી મચી ગઈ હતી. જ્યારે ટેકઓફ પહેલા એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની વાત કરી હતી. આ ઘટના કોલકાતા એરપોર્ટ પર બની હતી, જ્યાં સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઇટને રોકી દીધી હતી.
બોમ્બ હોવાની પુષ્ટિ થઈ નથી
આ મામલે CISF એ શંકાસ્પદ જણાતા એક મુસાફરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ શરૂ કરી છે. હાલમાં, ફ્લાઇટને કોલકાતા એરપોર્ટ પર રાખવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડને એલર્ટ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતીમાં બોમ્બ હોવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ સુરક્ષા હેતુઓ માટે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.