Last Updated on by Sampurna Samachar
ખાનગી મિશન માટે ગુજરાતી આવી રહી હતી ટીમ
અકસ્માતમાં ૨ પોલીસ જવાનના મોત તો ૪ ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત આવી રહેલી બિહાર STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની ગાડીનો મધ્ય પ્રદેશમાં અકસ્માત થયાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં બે જવાનોના મોત નિપજ્યા છે અને ચાર અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના રતલામના દિલ્હી-મુંબઈ ૮ લેનવાળા એક્સપ્રેસ પર થઈ હતી.
સમગ્ર ઘટનાની જાણકારી મળતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રતલામ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત જવાનોની સારવાર થઈ રહી છે અને એકની સ્થિતિ ખૂબ જ ગંભીર જણાવવામાં આવી રહી છે. રતલામ SP અમિત કુમારે જણાવ્યું કે, બિહાર STF ના જવાન દરોડા પાડવા જઈ રહ્યા હતા. તમામ લોકો બિહારથી ગયાના સ્કૉર્પિયો દ્વારા ગાંધીધામ જઈ રહ્યા હતા. પરંતુ, વચ્ચે અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત ગાડી પલટવાના કારણે થયું હતું.
સિક્રેટ મિશન પર જઇ રહી હતી ટીમ
મળતી માહિતી મુજબ, સંતુલન બગડતા ગાડી પલટી ગઈ હતી. સિક્રેટ મિશન પર ગાંધીધામ જઈ રહેલી STF ની ગાડીએ અચાનક સંતુલન ગુમાવ્યું અને અકસ્માત થઈ ગયો. ઈજાગ્રસ્તે જણાવ્યું કે, અકસ્માત ગાડી લગભગ ૧૦૦ મીટર સુધી ઢસેડાઈ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર જવાનની ઓળખ સબ ઇન્સ્પેક્ટર મુકુંદ મુરારી અને કોન્સ્ટેબલ વિકાસ કુમાર છે. વળી, ઈજાગ્રસ્તોનું નામ- સબ ઇન્સ્પેક્ટર સંતોષ કુમાર, કોન્સ્ટેબલ જીવધારી કુમાર, કોન્સ્ટેબલ મિથિલેશ પાસવાન અને કોન્સ્ટેબલ રંજન કુમાર છે.