Last Updated on by Sampurna Samachar
ટીચર-ગેમ ડેવલોપર, ચૂંટણી સમયે નેતાને આપ્યો હતો ફાળો
પકડાયેલા સંદિગ્ધનું નામ કોલ થોમસ એલન છે, જે કેલિફોર્નિયાનો રહીશ છે,વ્યવસાયે આ વ્યક્તિ ટીચર અને વીડિયો ગેમ ડેવલપર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન સાથે ભારે તણાવ વચ્ચે અમેરિકાના વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડેન્ટ્સ ડિનર દરમિયાન ફાયરિંગ કરનારા આરોપી શખ્સની ઓળખ સામે આવતા જ ભારે આશ્ચર્ય સર્જાયું છે. જાહેર રેકોર્ડ્સ મુજબ આ સંદિગ્ધ વ્યક્તિનું નામ કોલ થોમસ એલન હોવાનું કહેવાય છે.

હુમલાખોર દક્ષિણ કેલિફોર્નિયાનો રહીશ છે. ટ્રમ્પ અને દિગ્ગજ અધિકારીઓની હાજરીમાં હોટલમાં ફાયરિંગ કર્યા બાદ એલનને સુરક્ષાકર્મીઓએ દબોચી લીધો હતો. સીબીએસ ન્યૂઝનું માનીએ તો સંદિગ્ધે અધિકારીઓની સામે સ્વીકાર્યું કે તે ટ્રમ્પના અધિકારીઓને નિશાન બનાવી રહ્યો હતો. હવે તને સોમવારે કોર્ટમાં રજૂ કરાશે.
ટ્યૂશન કંપનીમાં પાર્ટ-ટાઈમ ટીચર તરીકે કામ કરી રહ્યો હતો
ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના બાદ વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે આ સંદિગ્ધના માનસિક રીતે બીમાર હોવાની વાત કરી હતી. બીજી બાજુ સુરક્ષા એજન્સીઓએ જ્યારે સંદિગ્ધ વિશે માહિતી ભેગી કરવાની શરૂ કરી તો અનેક ચોંકાવનારા ખુલાસા થયા.
તપાસમાં એલનના બેકગ્રાઉન્ડ વિશે અનેક મહત્વની જાણકારીઓ હાથ લાગી છે. પબ્લિક રેકોર્ડ મુજબ ૩૧ વર્ષનો એલન લોસ એન્જલસની પાસે ટોરેન્સ વિસ્તારનો રહીશ છે જે વ્યવસાયે એક ટીચર અને વીડિયો ગેમ ડેવલપર છે. એલનની લિંક્ડઈન પ્રોફાઈલ મુજબ તે ઝ્ર૨ એજ્યુકેશન નામની એક ટ્યૂશન કંપનીમાં પાર્ટ-ટાઈમ ટીચર તરીકે કામ કરી રહ્યો હતો.
કંપનીના સોશિયલ મીડિયા પોસ્ટથી જાણવા મળે છે કે ડિસેમ્બર ૨૦૨૪માં તેને ટીચર ઓફ ધ મંથ એવોર્ડ પણ મળ્યો હતો. એલને ૨૦૧૭માં કેલિફોર્નિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ગત વર્ષે તેણે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી-ડોમિંગુએઝ હિલ્સથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી. જે દર્શાવે છે કે હુમલાખોર ખુબ ભણેલો ગણેલો છે.
પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે એલનનો રાજકારણ પ્રત્યે પણ ઝૂકાવ રહ્યો છે. ફેડરલ ઈલેક્શન કમીશનના રેકોર્ડ મુજબ ઓક્ટોબર ૨૦૨૪માં કોલ થોમસ એલને કમલા હેરિસના રાષ્ટ્રપતિ અભિયાન માટે ૨૫ ડોલરનું દાન પણ કર્યું હતું.