Last Updated on by Sampurna Samachar
રાજા રઘુવંશીની હત્યાનુ કાવતરુ પહેલાથી જ ઘડાયું હતું
પોલીસે આ મામલે કડી જોડવાનો પ્રયોસ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્દોર દંપતિ કેસ મામલે દિવસે ને દિવસે ચોંકાવનારા ખૂલાસા થઇ રહ્યા છે. ત્યારે રાજા રઘુવંશીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી હતી.
પોલીસ સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, રાજા (RAJA) ની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપી એકસાથે ટ્રેનથી પરત ફર્યા હતા. આ આખી યોજના પહેલાથી જ નક્કી હતી, જેનો હેતુ રાજાની હત્યાનો જ હતો. પોલીસે સોનમ અને બાકીના આરોપીઓ સાથે પૂછપરછ શરૂ કરી છે. જલ્દી જ તમામ પુરાવા અને નિવેદનોના આધારે હત્યાકાંડની આખી કહાણીનો ખુલાસો કરવામાં આવશે.
સોનમ રઘુવંશીએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું
આ મામલે પોલીસે ત્રણ લોકોને આરોપી બનાવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીમાં વિક્કી ઠાકુર, આનંદ અને રાજ કુશવાહ સામેલ છે. પોલીસ તપાસમાં જાણ થઈ કે, આ કાવતરાનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજ કુશવાહ હતો, જે સતત સોનમ રઘુવંશીના સંપર્કમાં હતો. કૉલ ડિટેલ રેકોર્ડની મદદથી પોલીસે તેને ટ્રેસ કરી ઝડપી પાડ્યો હતો.
સૌથી પહેલો હુમલો આનંદે કર્યો અને બાદમાં વિક્કી અને રાજે મળીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને આ આખાય ષડયંત્રની જાણકારી ત્યારે મળી જ્યારે ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે ગાઝીપુર પોલીસને મહત્ત્વપૂર્ણ પુરાવા આપ્યા. વળી, સોનમ રઘુવંશીએ ખુદ નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધી હતું, જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસ આ મામલે અન્ય કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે.