Last Updated on by Sampurna Samachar
ધૂબરી વિસ્તારમાં સાંપ્રદાયિક જૂથ સક્રિય
હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવાની યોજના
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામ (ASAM) ના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સર્માએ રાજ્યના ધૂબરી વિસ્તારમાં સાંપ્રદાયિક જૂથ સક્રિય થયા બાદ તેમણે કાયદા અને વ્યવસ્થા જાળવનાર અધિકારીઓને “શૂટ એટ સાઈટ” (દેખાતા ગોળી મારવાની) સૂચના આપી છે. તેમણે આરોપ મૂક્યો કે આ સાંપ્રદાયિક જૂથ હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યું છે.
આ પગલું તેણે ધૂબરીની મુલાકાત પછી લીધું હતું, જ્યાં ઈદના દિવસે હનુમાન મંદિરમાં ગાયનું માંસ ફેંકવામાં આવ્યું હતું. તેમણે તેમના પ્રવાસ દરમિયાન અધિકારીઓને મંદિરો, નામઘર અને પવિત્ર સ્થળોને અપવિત્ર કરનાર તત્વો વિરુદ્ધ “શૂન્ય સહિષ્ણુતા” દાખવવાનો આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ઘટનાના ગુનેગારોને છોડવામાં નહીં આવે.
દોષિતોને ન્યાય સુધી પહોંચાડવામાં આવશે
“હું ધૂબરી ગયો હતો અને કાયદો અમલવાહક અધિકારીઓને મંદિરો, નામઘર અને પવિત્ર સ્થળોને અપવિત્ર કરનાર તત્વો સામે ZERO TOLERNCE રાખવાનો આદેશ આપ્યો. ધૂબરીના હનુમાન મંદિરમાં ગાયનું માંસ ફેંકવામાં આવ્યું હતું. આવી ઘટના ક્યારેય બનવી ન્હોતી જોઇએ અને જે લોકોએ આ કર્યું છે, તેમને માફ નહીં કરાય,” સર્માએ X પર પોસ્ટમાં લખ્યું હતું.
અન્ય એક પોસ્ટમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ પોતાની જાતે રાત્રિભર હનુમાનજીના મંદિરે પહેરો આપશે. “આ વખતે ઈદના દિવસે કેટલાક અસામાજિક તત્વોએ ધૂબરીના હનુમાન મંદિરમાં ગાયનું માંસ ફેંકીને નીંદનીય અને ઘૃણાસ્પદ અપરાધ કર્યો છે ! આવનારી ઈદ પર જો જરૂર પડશે તો હું જાતે રાત્રિભર હનુમાન બાબાના મંદિરે પહેરો આપીશ,” એમ તેમણે લખ્યું. સર્માએ વધુમાં ઉમેર્યું કે તપાસ ચાલી રહી છે અને દોષિતોને ન્યાય સુધી પહોંચાડવામાં આવશે.