Last Updated on by Sampurna Samachar
ભાગલા માટે મુસ્લિમો નહીં, પણ કોંગ્રેસ જવાબદાર છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી મેદાને : ઊન–લિંબાયતમાં જંગી જનસભા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં અસદ્દુદીન ઓવૈસીનીપાર્ટી AIMIM પણ લડી રહી છે. રવિવારે સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ પ્રચાર કર્યો હતો.

તેમણે આ દરમિયાન કહ્યું કે મત એક અમાનત છે, મતનો ઉપયોગ આપણી જમાત માટે કરો. મતનો ઉપયોગકરો જેથી ગુજરાતમાં આપણે જણાવી શકીએ કે આપણે લાવારિસ નહીં મનુષ્ય છીએ અને આપણા અવાજનેસાંભળવામાં આવશે.
મજબૂર કરી શકે તો તે પાર્ટી AIMIM
ઓવૈસીએ કહ્યું કે યાદ રાખો યુવાનોની વાત તેની સાંભળવામાં આવશે, જેનો નેતા હશે. જો તમે વિચારો છો કે કોંગ્રેસ પાર્ટીને મત આપવાથી ભાજપને રોકી શકાય તેવું નથી.
ઓવૈસીએ કહ્યુ કે ભાજપને કોઈ રોકી શકે છે અને બંધારણની મર્યાદામાં રહી, તેની આંખમાં આંખ નાખીઆપણા અધિકાર મનાવવા પર મજબૂર કરી શકે તો તે પાર્ટી AIMIM છે.
આ ઉભા થવાનો અને પોતાના અધિકારોનો દાવો કરવાનો સમય છે. ઓવૈસીએ કહ્યુ કે મારા પર આરોપલગાવવામાં આવે છે કે તમે ભારતના ખુણા–ખુણામાં જઈને ચૂંટણી લડો છો.લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કેટલાક લોકો આરોપ લગાવે છે કે જ્યારે ઓવૈસી ચૂંટણી લડેછે તો ભાજપને ફાયદો થાય છે.
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ૨૯૪ સીટો પર ચૂંટણી લડી રહી છે, ટીએમસી ૨૯૪ સીટો પર, લેફ્ટ ફ્રંટ ૨૫૦ સીટોપર અને ઓવૈસીની પાર્ટી ૧૧ સીટો પર લડી રહી છે. ભાજપ પણ ૨૯૪ સીટો પર લડી રહ્યું છે. તેમને મારા ચૂંટણીલડવાથી સમસ્યા છે. ૧૧ સીટોને ભૂલી જાવ, ૨૭૦ સીટો જીતો અને ભાજપને હરાવો. તમે આ સમાજને પોતાનાખુદનું નેતૃત્વ બનાવવાથી કેટલો સમય રોકતા રહીશો?
ઓવૈસીએ કહ્યુ કે વિભાજન માટે મુસલમાન જવાબદાર નહોતા.
શું કોંગ્રેસ પાર્ટી તે લોકોમાં સામેલ નથી જે વિભાજન માટે જવાબદાર હતા? પોતાના પુસ્તક ઈન્ડિયા વિન્સ ફ્રીડમમાં મૌલાના આઝાદ લખે છે કે તેઓ ગાંધી અને નહેરૂ પાસે ગયા હતા અને તેમને અપીલ કરી હતી કે તેઓભારતનું વિભાજન ન થવા દે.