Last Updated on by Sampurna Samachar
વડોદરા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા ૨૫ નવેમ્બર સુધી લંબાવાયા
રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ ભારત અને ઉત્તર પ્રદેશના મુસાફરોને ફાયદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રેલવેએ મુસાફરોની સુવિધા માટે ૨ મહત્વના ર્નિણય લીધા છે. અમદાવાદ વાયા અજમેર-મૈસુરુ સ્પેશિયલ ટ્રેન હવેથી નિયમિત સેવા તરીકે દોડશે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેનના ફેરા ૨૩ અને ૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે. આ ર્નિણયથી રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ ભારત અને ઉત્તર પ્રદેશના મુસાફરોને ફાયદો થશે.

મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા બે મહત્ત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. અજમેર અને મૈસુરુ વચ્ચે વાયા અમદાવાદ થઈ દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે નિયમિત સેવા તરીકે સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા-ગોરખપુર-વડોદરા સ્પેશિયલ ટ્રેનના ફેરા ફરી એક વખત લંબાવવામાં આવ્યા છે.
અજમેર-મૈસુરુ સેવા હવે નિયમિત બની
અજમેર-મૈસુરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને નિયમિત સેવા તરીકે ચાલુ રાખવામાં આવી છે.
- ટ્રેન નં. ૧૬૨૮૨ અજમેર-મૈસુરુ: ૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી નિયમિત સેવા
- ટ્રેન નં. ૧૬૨૮૧ મૈસુરુ-અજમેર: ૫ સપ્ટેમ્બર ૨૦૨૬થી નિયમિત સેવાપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નં. ૦૯૧૧૧ વડોદરા-ગોરખપુર અને ટ્રેન નં. ૦૯૧૧૨ ગોરખપુર-વડોદરાના ફેરા પણ ફરી લંબાવવામાં આવ્યા છે. મુસાફરોની વધતી માંગને પગલે આ ર્નિણય લેવાયો છે.
- ૦૯૧૧૧ વડોદરા-ગોરખપુર: ૨૩ નવેમ્બર ૨૦૨૬ સુધી વિસ્તૃત
- ૦૯૧૧૨ ગોરખપુર-વડોદરા: ૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધી વિસ્તૃત
આ ટ્રેન સેવા વડોદરા અને ઉત્તર પ્રદેશના ગોરખપુર વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ કરીને લાભદાયી રહેશે. તહેવારો અને આગામી પ્રવાસી સિઝન દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવામાં પણ આ વિસ્તૃત ફેરા મદદરૂપ થશે.