આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં ડઝનથી વધુ લોકો ઘાયલ

Share this Article:

બસ અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં આઠનાં મૃત્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૮ લોકોના મૃત્યુ  થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. એક્સપ્રેસ વે પર સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ, જેના કારણે આટલો મોટો અકસ્માત થયો. બસમાં કુલ ૪૦ મુસાફરો હોવાનું કહેવાય છે. ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હાલ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

કન્નૌજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ ૧૪૧ પર ઔરૈયા બોર્ડર પાસે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માત બાદ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂલ સ્પીડે જતી બસ કાબુ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં બુમરાણ મચી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેને બચાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા.

આ સમગ્ર મામલે કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં મૃત્યુઆંક ૬ થી વધીને ૮ થયો છે અને ઘાયલોની સંખ્યા ૧૯ છે. હાલ બચાવ કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે. આ પહેલા પીલીભીતમાં પણ એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ચિત્રકૂટ માર્ગ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સીએમ યોગીએ માર્ગ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.