Last Updated on by Sampurna Samachar
લોક ગાયિકા શારદા સિન્હાના દીકરાએ પુરસ્કાર ગ્રહણ કર્યો
પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ પુરસ્કાર ૨૦૨૫ થી લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે.
આ પુરસ્કાર અનેક વિષય જેમકે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબત, વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા અને સાહિત્ય વગેરેમાં આપવમાં આવે છે. જેમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર, નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર, એક્ટર અનંત નાગ અને પ્રતિષ્ઠિત કિંગ જૉર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ સોનિયા નિત્યાનંદ સહિત ૬૯ પ્રતિષ્ઠિત હસ્તીઓને મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યાં.
લોક ગાયિકા શારદા સિન્હા મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત
૨૦૨૫માં ૧૩૯ લોકોને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક કેન્દ્રીય મંત્રી અને અનેક વિશેષ અતિથિ પણ હાજર હતાં. આ યાદીમાં ૭ પદ્મ વિભૂષણ, ૧૯ પદ્મ ભૂષણ અને ૧૧૩ પદ્મ શ્રી પુરસ્કાર પણ સામેલ છે. પુરસ્કાર વિજેતાઓમાંથી ૨૩ મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના ૧૦ વ્યક્તિ અને ૧૩ મરણોપરાંત પુરસ્કાર વિજેતા પણ સામેલ છે.
લોક ગાયિકા શારદા સિન્હાને કલા-લોક સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના દીકરાએ તેમના તરફથી આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો.
કુમિદિની રજનીકાંત લાખિયાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના પૌત્રએ તેમના તરફથી આ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો.
સાહિત્ય અને શિક્ષાના ક્ષેત્રમાં યોગદાન માટે બિબેક દેબરૉયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યાં. તેમની પત્નીએ આ પુરસ્કાર સ્વીકાર કર્યો. બિબેક દેબરૉય એક અર્થશાસ્ત્રી હતા, જેમણે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષના રૂપે કામ કર્યું અને તેઓ એક લેખક પણ હતાં.
ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) જગદીશ સિંહ ખેહરને જાહેર બાબતોના ક્ષેત્રે યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. ડૉ. શોભના ચંદ્રકુમારને કલા-લોક નૃત્યના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ ભૂષણ સન્માન મળ્યું.
સાધ્વી ઋતંભરાને સામાજિક કાર્યના વિસ્તારમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ ભૂષણ સન્માન મળ્યું. ગ્રેમી પુરસ્કાર વિજેતા સંગીતકાર રિકી કેજને કલા-સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો.