Last Updated on by Sampurna Samachar
મોટા પ્રમાણમાં લોકો તોડી રહ્યા છે ટ્રાફિક નિયમો
એક વર્ષમાં ૮ હજાર કરોડથી વધુ ચલણ અપાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત જેવા દેશમાં ટ્રાફિક નિયમોનું મોટા પ્રમાણમાં ઉલ્લંઘન થતું હોય છે. જેના કારણે પરિસ્થિતિ એવી છે કે દરરોજ હજારો ટ્રાફિક ચલણ જારી કરવામાં આવે છે. આ અંગે CARS24 એ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૪ માં ભારતમાં કેટલા ચલણ જારી કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમાંથી માત્ર ૨૫% ચલણ જ ભરાયા છે. બાકીના ૭૫% હજુ બાકી છે.
આ પહેલી વાર છે જ્યારે CARS24 એ ચલણ ડેટા સંબંધિત આ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૪માં ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ચલણ જારી કરવામાં આવ્યા છે. આમાંથી ૯,૦૦૦ કરોડ રૂપિયાના ચલણ હજુ સુધી જમા થયા નથી. એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ૮,૦૦૦ કરોડથી વધુ ચલણ જારી કરવામાં આવ્યા હતા.
બેજવાબદારીપૂર્વક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન
આથી એવું કહી શકાય કે કડક નિયમો હોવા છતાં દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ વર્ષે, ઓવરલોડેડ ટ્રકથી લઈને હેલ્મેટ વગર બાઇક કે સ્કૂટર ચલાવનારાઓ સુધીના દરેકને ચલણ ફટકારવામાં આવ્યા હતા. હરિયાણાના એક ટ્રક માલિકને ૧૮ ટનથી વધુ માલ લોડ કરવા બદલ ૨,૦૦,૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેવી જ રીતે, બેંગલુરુના એક બાઇક સવારને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૨.૯૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
એકલા ગુરુગ્રામમાં જ એક દિવસમાં જારી કરાયેલા ૪,૫૦૦ ચલણોમાંથી ૧૦ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. નોઈડામાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો પાસેથી એક મહિનામાં ૩ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા. આ દર્શાવે છે કે લોકો તક મળતાં જ બેજવાબદારીપૂર્વક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
જારી કરાયેલા તમામ ચલણોમાંથી લગભગ ૫૦% ચલણ ઓવરસ્પીડિંગ માટે જારી કરવામાં આવ્યા હતા. આ પછી, હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવા, આડેધડ પાર્કિંગ અને સિગ્નલ તોડવાના કિસ્સામાં પણ ચલણ જારી કરવામાં આવ્યા છે.