Last Updated on by Sampurna Samachar
પ્રકાશમ જિલ્લામાં કાર ધડાકાભેર ટ્રેક અથડાતાં અકસ્માત
કારમાં આઠ લોકો હતા સવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્રપ્રદેશના પ્રકાશન જિલ્લામાં ભયંકર રોડ અકસ્માતની ઘટના બની છે. અહીં એક કાર અને ટ્રકની ટક્કરમાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રકાશમ જિલ્લામાં એક ટ્રક સાથે કાર અથડાતા છ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ અકસ્માત પ્રકાશમ જિલ્લાના કોમારોલુ મંડળના મોટુ ગામમાં કડપ્પા, ગિદ્દાલુરુ, માર્કપુર અને અન્ય સ્થળોને જોડતા હાઇવે પર થયો હતો.
મહા નંદીની યાત્રા પરથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
પ્રકાશમ જિલ્લાના પોલીસ અધિક્ષક એ. આર. દામોદરે જણાવ્યું હતું કે, કારમાં સવાર આઠ લોકો સ્ટુઅર્ટ પુરમ ગામના હતા. અકસ્માત થયો ત્યારે આઠ લોકો મહા નંદીની યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા. કાર બેકાબૂ થઈને વિરૂદ્ધ દિશામાં ટ્રક તરફ વળી ગઈ, જ્યારબાદ ટ્રક સાથે અથડાઈ ગઈ. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને શંકા છે કે ડ્રાઇવરને ઊંઘ આવી ગઈ હતી. જોકે, આ મામલે તપાસ ચાલુ છે.