Last Updated on by Sampurna Samachar
લશ્કર-એ-તૈયબા અને હિબ્જ-ઉલ-મુજાહિદીન માટે કામ કરતાના આરોપ
ડોક્ટર , શિક્ષક અને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાજ્યપાલ દ્વારા ૩ સરકારી કર્મચારીઓની હાંકલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાનના આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હુબ્જ-ઉલ-મુજાહિદીનની સાથે કનેક્શન પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
વાત કરીએ તો જમ્મુ-કશ્મીર (JAMMU-KASHMIR) માં લશ્કર અને હિજ્બુલ જૈશ સાથે સબંધના આરોપમાં ૩ સરકારી કર્મચારીઓને સસપેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ , બીજો સ્કૂલ ટીચર અને ત્રીજો સરકારી ડોક્ટર છે. ત્રણેય કર્મચારીઓ પર આતંકી સંગઠન લશ્ક-એ-તૈયબા અને હિબ્જ-ઉલ-મુજાહિદીન માટે કામ કરવાના આરોપો છે.
આતંકવાદ અને સહાયકોને જડમૂળથી ઉખાડવામાં આવ્યા
ઓગસ્ટ ૨૦૨૦ માં પદ સંભાળ્યા બાદથી LG મનોજ સિન્હાઓએ આતંકીઓ, તેમના નેટવર્ક અને સરકારી સંસ્થાઓમાં સમાવિષ્ટ સમર્થકો વિરુદ્ધ મોટુ એક્શન લીધુ છે. સિન્હાએ આક્રમક આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યા છે. જેમાં સુરક્ષાબળોએ ૨૦૨૦ અને ૨૦૨૪ વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં સેંકડો આતંકવાદીઓને પકડી પાડ્યા છે અને આ આતંકીઓના સમર્થકોને પણ સસ્પેન્ડ કર્યા છે.
ઉપરાજ્યપાલે આતંકવાદ અને તેમના સહાયકોને જડમૂળથી દુર કરવાનો અને તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો સંકલ્પ લીધો છે. સસપેન્ડ કરવામાં આવેલા ત્રણ કર્મચારીઓ ઈશ્ફાક નસીર, એજાજ અહમદ અને વસીમ અહમદ ખાન શામેલ છે. તેઓ આતંકવાદીઓને હુમલો કરવામાં મદદ કરી રહ્યા હતા એવું સાબિત કરવામાં આવ્યું છે.