૨ દેશોએ વર્ષોથી બંધ પડેલો જૂનો રસ્તો ખોલ્યો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

પેટ્રોલડીઝલની ચિંતા ખતમ, હવે હોર્મુઝ નહીં અન્ય રસ્તાથી આવશે તેલ

ઈરાક અને સીરિયાએ રાબિયાયરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને તેલ સપ્લાય માટે જમીન માર્ગ રજૂ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો જળ માર્ગ આખી દુનિયા માટે ચિંતાનોવિષય બની ગયો છે. આવી સ્થિતિમાં ઈરાક અને સીરિયાએ એક મોટું પગલું ભર્યું છે, જે વૈશ્વિક ઓઈલરાજકારણની દિશા બદલી શકે છે. વર્ષો સુધી બંધ રહેલી રાબિયાયરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને બંને દેશોએ દુનિયા સામે તેલ સપ્લાય માટે એક સુરક્ષિત જમીન માર્ગ રજૂ કર્યો છે.

એક તરફ ઈરાનેહોર્મુઝમાં કડક નિયંત્રણ લગાવીને તેલ ટેન્કરોની અવરજવર પર અંકુશ મૂક્યો છે, તો બીજી તરફ ઈરાકસીરિયાનો નવો ઓઈલ ગેટવે અમેરિકા અને ઇઝરાયેલ સામેની પડકારજનક પરિસ્થિતિમાં નવીલાઈફલાઈન બની શકે છે.

આખી દુનિયા તેની અસર અનુભવી રહી

હોર્મુઝ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ છે અને આખી દુનિયા તેની અસર અનુભવી રહી છે. તેલનીઅછત અને વધતી કિંમતો વચ્ચે હોર્મુઝનો મુદ્દો હલ થઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં, ઈરાક અને સીરિયાનો ર્નિણય ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કહેવાય છે કે નવો રસ્તો હવે ઓઈલ સપ્લાય માટેલાઈફલાઈન સાબિત થશે. રાબિયાયરૂબિયા બોર્ડર ક્રોસિંગ ૨૦૧૧માં સીરિયા ગૃહયુદ્ધ પછીથી બંધ હતું અનેપછી ISIS નો તેના પર કબજો  હતો. જો  કે, હવે તેને ફરીથી ખોલવું મોટી રાહત માનવામાં આવે છે.

કેવી રીતે મળશે મદદ? – જમીનથી વેપાર: રસ્તો દરિયાની બદલે જમીન મારફતે તેલ અને અન્ય સામાનમોકલવાની સુવિધા આપે છે. જેના કારણે હોર્મુઝ જેવા જોખમી દરિયાઈ રસ્તાઓ પર આધાર ઘટશે. સુરક્ષિતવિકલ્પ: સીરિયાના અધિકારીઓનું માનવું છે કે માર્ગ યુદ્ધ દરમિયાન પણ ઓઈલની નિકાસ માટે સુરક્ષિતવિકલ્પ બની શકે છે.

શું રસ્તો બનશે હોર્મુઝનો વિકલ્પ? – નિષ્ણાતોના મતે, જો  લાંબા સમય સુધીહોર્મુઝનો રસ્તો બંધ રહે છે, તો ઈરાક અને સીરિયાનો નવો માર્ગ દેશોની કિસ્મત બદલી શકે છે અનેએટલું નહીં, પણ તે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની અછત અટકાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ઈરાકના પ્રાંતીય પરિષદની સભ્ય નાદિયા અલજુબૂરી અનુસાર, ક્રોસિંગ વેપાર અને તેલ પરિવહન માટેએક મહાન પ્રવેશદ્વાર બનશે.

અમેરિકા દ્વારા પીડિત બે દેશો બન્યા હીરોઅહીં સૌથી રસપ્રદ વાત છે કે, ઓઈલ માટે નવો રસ્તોશોધનાર બંને દેશો અમેરિકાના પીડિત છે. ઈરાકના સંદર્ભમાં પીડિત હોવાની વાત ૨૦૦૩ના અમેરિકાનાવિશાળ હુમલા સાથે જોડાય છે. વર્ષો સુધી ચાલેલા આર્થિક પ્રતિબંધો અને બોમ્બમારાના કારણે ત્યાંનીસામાન્ય જનતાએ ગરીબી અને દવાઓની અછત જેવી સમસ્યાઓ ભોગવી છે.

ઉપરાંત સીરિયામાંઅમેરિકા સીધી રીતે મોટી સેના મોકલેલી નથી, પણ રાજકીય અને આર્થિક સ્તરે ઘણો દખલ આપ્યો છે. હોર્મુઝનો રસ્તો બંધ રહેશે તો સર્જાશે સંકટઅમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચેઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

શનિવારે રાત્રે ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડેસ્પષ્ટ કરી દીધું કે, જ્યાં સુધી અમેરિકી નૌકાદળનું ઘેરાવ દૂર નહીં થાય, ત્યાં સુધી રસ્તો બંધ રહેશે. ઈરાનેચેતવણી આપી છે કે, કોઈપણ જહાજની અવરજવર દુશ્મનને મદદ ગણાશે અને તેને નિશાન બનાવવામાંઆવશે. જેના કારણે અનેક જહાજો  ફસાઈ ગયા છે. જો   રસ્તો આવી રીતે બંધ રહેશે, તો દુનિયાભરમાંપેટ્રોલડીઝલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.