Last Updated on by Sampurna Samachar
કિશોરીની માતા પણ આ કૃત્યમાં સામેલ હોવાની માહિતી
પોલીસે આરોપીઓને જેલમાં ધકેલી તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈના પલ્લવરમ નજીક એક ૧૩ વર્ષની છોકરી સાથે કેટલીય વાર રેપ કરવાના આરોપમાં ૧૨ લોકોની ધરપકડ કરી છે. તેમાં ૬ તો સગીર છોકરા પણ સામેલ છે. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પેટમાં દુખાવાની ફરિયાદ બાળકીએ તેની માને કરી હતી. જે બાદ તેને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં જાણવા મળ્યું કે બાળકી તો ગર્ભવતી છે. ત્યારબાદ પીડિતાએ આખી આપવીતી જણાવી હતી.
આ મામલે હોસ્પિટલ પ્રશાસન તરફથી પલ્લવરમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે પીડિતાની ફરિયાદના આધાર પર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો અંતર્ગત કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી. પુરાવાના આધાર પર આરોપીઓની ઓળખ થઈ. ત્યારબાદ ૧૨ આરોપીઓની પોલીસે ધરપકડ કરી.
બાળકીનો એકલતાનો લાભ ઉઠાવ્યો
પોલીસે આ મામલામાં પીડિતાની માતાને તેની સંડોવણીના આધાર પર તેના વિરુદ્ધ પણ કેસ નોંધી ધરપકડ કરી લીધી. કહેવાય છે કે, બાળકી પોતાના ઘરેમાં એકલી રહેતી હતી. તેના માતા-પિતા બંને કામ અર્થે ઘરથી બહાર રહેતા હતા. આ દરમિયાન એક સગીર આરોપી તેના ઘરે પાણીની બોટલ આપવા આવતો હતો.
તેણે બાળકીને ઘરમાં એકલી જોઈને પોતાની હવસનો શિકાર બનાવ્યો. પીડિતાએ પોતાની માતાને આ ઘટના વિશે વાત કરી, પણ તે ચૂપ રહી. તેનાથી આરોપીનું મનોબળ વધવા લાગ્યું. તે થોડા સમય બાદ પોતાના અન્ય એક મિત્રને લઈને ફરી ઘરે આવ્યો. બંનેએ મળીને તેની સાથે બળાત્કાર કર્યો. ત્યારબાદ આરોપીઓ સતત આવતા રહ્યા.
પીડિત બાળકી સતત પોતાની માતાને આ અંગે ફરિયાદ કરતી રહી, પણ તેણે વાતને ધ્યાને લીધી જ નહીં. આ દરમિયાન જ્યારે બાળકી ગર્ભવતી થઈ, ત્યારે જતાં આ વાતનો ખુલાસો થયો. આરોપીઓની ઓળખ નંદકુમાર (૧૯), સંજય કુમાર (૧૮), સંજય (૧૮), મુદિચુર સૂર્યા (૨૨), ઈસા પલ્લવરમ નિક્સન (૨૨) અને સાત સગીર બાળકો પણ સામેલ છે. આ તમામ પીડિતાના ઘર પેઝિચલૂર નજીકના વિસ્તારમાં આવેલા છે.
પીડિતાની મા સહિત ૧૮ થી વધારે ઉંમરના તમામ આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સગીર આરોપીઓને ચેંગલપટ્ટુ સરકાર દ્વારા સંચાલિત સુધાર ગૃહમાં રાખવામાં આવ્યા છે. પીડિતાને પણ એક સરકારી કલ્યાણ કેન્દ્રમાં રાખવામાં આવી છે. ત્યાં તેનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે.