Last Updated on by Sampurna Samachar
કેનેડામાંથી મોટા પાયે ડિપોર્ટેશનની તૈયારી
કેનેડા સરકાર દ્વારા મોટી સંખ્યામાં શરણાર્થીઓ અને અસ્થાયી રહેવાસીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે કેનેડાની સરકારે હવેતેમના નિયમોમાં ભારે કડકાઈ વર્તવાનું શરૂ કર્યું છે. કેનેડા સરકાર દ્વારા મોટી સંખ્યામાં શરણાર્થીઓ અનેઅસ્થાયી રહેવાસીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ હવેદેશમાં રહેવા માટે પાત્ર નથી અને તેમણે પરત ફરવાની તૈયારી કરવી પડી શકે છે.

ખાસ કરીને ભારત વિરોધીપ્રવૃત્તિઓ કે ખાલિસ્તાન સમર્થક દાવાઓના આધારે શરણ માંગનારાઓ પર આ ર્નિણયની મોટી અસર પડીશકે છે. અગાઉ કેનેડા આવા કિસ્સાઓમાં સરળતાથી આશરો આપી દેતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહીછે.
નવો કાયદો બિલ સી–૧૨ જવાબદાર
ઇમિગ્રેશન વિભાગ દ્વારા લગભગ ૩૦,૦૦૦ જેટલા અરજદારોને પ્રોસિજરલ ફેરનેસ લેટર્સમોકલવામાં આવ્યા છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમની અરજીઓ નિર્ધારિત ધોરણો પર ખરીઉતરતી નથી. સરકાર આને સીધો ડિપોર્ટેશન ઓર્ડર નથી ગણાવી રહી, પરંતુ ચેતવણી જરૂર આપી છેકે જો યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેમને ટૂંક સમયમાં કેનેડા છોડવું પડશે. આ કડક કાર્ય વાહીપાછળ નવો કાયદો બિલ સી–૧૨ જવાબદાર છે, જેણે શરણ લેવાના નિયમો અત્યંત જટિલબનાવી દીધા છે.
નવા નિયમો મુજબ, જે લોકો કેનેડા આવ્યાના એક વર્ષની અંદર શરણ માટે અરજી નથી કરતા અથવાઅમેરિકાની સરહદથી અનિયમિત રીતે કેનેડા પ્રવેશીને ૧૪ દિવસમાં દાવો નથી કરતા, તેમને અપાત્ર જાહેર કરીશકાય છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આનાથી કેનેડામાં છુપાયેલા ભારત વિરોધી તત્વો પર લગામકસાશે.
જો કે, વકીલો અને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે રૂબરૂ સુનાવણીને બદલે માત્ર કાગળ પરલેવાતા ર્નિણયોને કારણે સાચા અરજદારોને પણ અન્યાય થઈ શકે છે. હાલમાં હજારો લોકો કેનેડામાંઅનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.