Last Updated on by Sampurna Samachar
હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે
ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને કહ્યું, અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ૨૧ કલાક સુધી યોજાયેલી બેઠક અનિર્ણાયક સાબિત થયા બાદ અમેરિકા અનેઈરાન વચ્ચે ફરી તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૩મી એપ્રિલ હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીની જાહેરાત કરી છે. તેમની ધમકીનો ઈરાને પણ કડક જવાબ આપ્યો છે. આ દરમિયાનચીને પણ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે. આ મામલે કોઈ દખલગીરી ના કરે.

અહેવાલો અનુસાર, ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને કહ્યું, અમે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમારા જહાજાે સતત હોર્મુઝસ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. અમારી ઈરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે. અમે તેનો આદર કરીશું અનેઅપેક્ષા રાખીશું કે અન્ય લોકો અમારી બાબતોમાં દખલગીરી ના કરે.
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ કરે છે, અનેતે અમારા માટે ખુલ્લું છે.
બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સોમવારે ૧૩મી એપ્રિલએ આરોપોનેપાયાવિહોણા ગણાવ્યા કે ચીન ઈરાનને હથિયાર પૂરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. તેણે કહ્યું કે, ચીનેહંમેશા લશ્કરી નિકાસ માટે સમજદાર અને જવાબદાર અભિગમ અપનાવ્યો છે અને તેના સ્થાનિક નિકાસનિયંત્રણ કાયદા અને નિયમો તેમજ તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર કડક નિયંત્રણો લાગુ કર્યા છે.
ઉલ્લેખનીય છેકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં સંપૂર્ણ દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરીછે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ગઇકાલે ૧૨મી એપ્રિલ સાંજથી જ ઈરાનના તમામ બંદરો પર આવતા–જતા જહાજોને અટકાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ઈરાનેમિત્ર દેશો સિવાયના દેશોના જહાજો માટે હોર્મુઝની ખાડી બંધ કરી હતી. આ રસ્તાથી ગલ્ફ દેશો દુનિયાનાઅનેક દેશોને ગેસ અને ઓઈલ પહોંચાડે છે. જેના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસની અછત સર્જાઈ હતી. જાેકે ઈરાને ભારત જેવા મિત્ર દેશોને આ પ્રતિબંધમાંથી રાહત આપી હતી.