Last Updated on by Sampurna Samachar
સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડ્યુ
સ્થિતિ એટલી હદે વણસી છે કે સુરતમાં મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવું પડ્યું છેં
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ફરી એકવાર સુરત ભાજપનું સંગઠન નબળું સાબિત થતાં કેટલાક વિસ્તારોમાં ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. કોટ વિસ્તાર અને સૌરાષ્ટ્રીયન બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં સામાન્ય મતદારોની સાથે કાર્યકરોનો પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

શહેર સંગઠન આ વિરોધને શાંતકરવામાં કે ‘ડેમેજ કંટ્રોલ‘ કરવામાં નિષ્ફળ રહેતા હવે સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ રૂપાલાઅને મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓએ મોરચો સંભાળવો પડ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કેસુરતમાં મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવું પડ્યું છે.
ભાજપ સંગઠન બિનઅનુભવી સાબિત થયું
સુરત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પહેલીવાર આટલો પ્રબળ વિરોધ જાેવામળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ શહેર ભાજપનું નબળું સંગઠન માનવામાં આવે છે. ભાજપના શાસનમાં જ હિન્દુબહુમતી ધરાવતા વિસ્તારોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. આ પરિસ્થિતિને સંભાળવામાં શહેર ભાજપ સંગઠન બિનઅનુભવી સાબિત થયું છે.
કેટલાંક સ્થળોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓને લોકોના રોષનો ભોગબનવું પડ્યું છે અને તેમને વિરોધ સાથે પાછા કાઢવામાં આવ્યા છે. આમ છતાં, શહેર સંગઠન વાસ્તવિકપરિસ્થિતિ સમજવાને બદલે છઝ્ર ઓફિસમાં બેસીને આયોજનો કરી રહ્યું હોય તેવું જણાય છે.બિનઅનુભવીપ્રમુખ પરેશ પટેલ અને તેમની ટીમ નારાજ કાર્યકરો તથા મતદારોને મનાવવામાં નિષ્ફળ રહી છે.
પરિણામે, હવેધારાસભ્યોએ પોતે મેદાનમાં ઉતરીને પોતાના વિસ્તારમાં ઉમેદવારોને જીતાડવા માટે દોડધામ કરવી પડી રહી છે. આ વખતે સામાન્ય જનતાની સાથે ભાજપના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોનો મૂડ પણ બદલાયેલો જોવા મળીરહ્યો છે.
સંગઠનને ‘કોર્પોરેટ કંપની‘ની જેમ ચલાવવાની નીતિ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. આ ડેમેજ કંટ્રોલમાટે હવે સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને પ્રશાંત કોરાટ જેવાનેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ–શો અને પાટીદારવિસ્તારોમાં જાહેર સભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
હવે એ જોવાનું રહ્યું કે આ હસ્તક્ષેપથી નારાજગી કેટલી હદ સુધી દૂર થશે અને ભાજપ સુરતમાં પોતાનીરાજકીય પકડ જાળવી શકશે કે નહીં તે ૨૮ એપ્રિલે પરિણામ બાદ જ ખબર પડશે.