Last Updated on by Sampurna Samachar
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ કેસમાં પોલીસે આગળ તપાસ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ટેક્સાસના એક એરપોર્ટનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા અચાનક કપડા ઉતારીને હિંસક થઈ ગઈ હતી. આ મહિલાએ કેટલાય લોકોને ઘાયલ કર્યા અને બચકાં ભરી લીધા હતા.
કહેવાય છે કે, તે ખુદને દેવી વીનસ ગણાવી રહી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ટેક્સાસના ડેલસ પોર્ટ વર્થ ઈન્ટરનેશનલ પર આ ઘટના ૧૪ માર્ચની છે. મહિલાની ઓળખ સમાંથા પામા તરીકે થઈ છે.
મહિલા કોઇ માનસિક બિમારીનો શિકાર હોઇ શકે
મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલા પર એરપોર્ટના રેસ્તરાં મેનેજરને તેની જ પેન્સિલથી માથા અને ચહેરા પર ઈજા પહોંચાડવાની કોશિશ કરવાનો આરોપ છે. આ ઉપરાંત તેના પર એક શખ્સના હાથે ખરાબ રીતે બચકું ભરવાનો પણ આરોપ લગાવ્યો છે.
વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મહિલા એકદમ નગ્ન છે અને પાણી ફેંકી રહી છે. તેણે ટીવીની સ્ક્રીનને તોડી નાખી અને અશ્લીલ હરકતો કરવા લાગી. એવું કહેવાય છે કે એરપોર્ટ પર હાજર એક મહિલાએ પામાને કોટ પણ આપ્યો, જે બાદ તે ત્યાંથી ભાગી ગઈ અને દેકારો કરવા લાગી. પોલીસને પામા ટર્મિનલ ડીના ગેટ ડી૧ પર મળી છે.
ખાસ વાત એ છે તે લોહીથી લથબથ હતી. પણ કથિત રીતે આ લોહી તેનું નહોતું. આ હરકત બાદ પામાને પોલીસે ધરપકડમાં લીધી અને તેને પોલીસને જણાવ્યું હતું કે, તે દિવસે તેણે પોતાની દવા નહોતી લીધી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેને કઈ બીમારી છે અને કઈ દવા લઈ રહી છે. તેણે પોલીસને એવી પણ જાણકારી આપી છે કે, તે પોતાની ૮ વર્ષની દીકરી સાથે યાત્રા કરી રહી હતી. વ્યસ્ત એરપોર્ટ પર આ પ્રકારનું વર્તનનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કહેવાય છે કે, પામા કોઈ માનસિક બીમારીનો શિકાર હોઈ શકે છે. પણ સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. પોલીસ આ કેસમાં આગળ તપાસ કરી રહી છે.