Last Updated on by Sampurna Samachar
આ પગલું ભારત માટે એક મોટી રાજદ્વારી જીત હશે
દેશને મળતી નાણાકીય સહાયમાં પણ ઘટાડો થાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો વાગી શકે છે. સૂત્રો અનુસાર, ભારત પાકિસ્તાન (PAKISTHAN) ના અર્થતંત્ર પર પ્રહાર કરતાં તેને ફરીથી FATF ની ગ્રે લીસ્ટમાં સામેલ કરવાની કવાયત હાથ ધરી શકે છે. જેના માટે ભારત ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સાથે ચર્ચા કરી શકે છે.
જો આમ બન્યું તો પાકિસ્તાને આર્થિક રૂપે મોટું નુકસાન ભોગવવુ પડશે. FATF ની ગ્રે લીસ્ટમાં સામેલ દેશોએ આકરી નાણાકીય દેખરેખમાંથી પસાર થવુ પડે છે. જેમાં સામેલ દેશ પર ધ્યાન રાખવામાં આવે છે કે, તેને મળતી આર્થિક સહાયનો ઉપયોગ મની લોન્ડરિંગ કે આતંકવાદ વિરૂદ્ધ તો નથી થઈ રહ્યો ને.
૨૦૨૨ માં પાકિસ્તાન લિસ્ટમાંથી ગયુ બહાર
પાકિસ્તાનને ૨૦૧૮માં FATF ના ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઘણા પ્રયાસો બાદ પાકિસ્તાન ૨૦૨૨ માં આ યાદીમાંથી બહાર આવવામાં સફળ રહ્યું હતું. આવી સ્થિતિમાં, જો તેને ફરી એકવાર ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે, તો તે ભારત માટે એક મોટી રાજદ્વારી જીત હશે. જેનાથી પાકિસ્તાનના કથળી રહેલા અર્થતંત્રને વધુ નુકસાન થશે. આર્થિક સહાય માટે પુરાવાઓ અને શરતોનું પાલન પણ ચુસ્તપણે કરવુ પડશે.
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ બે પ્રકારની લિસ્ટ બહાર પાડે છે. જેમાં એક ગ્રે લિસ્ટ અને બીજી બ્લેક લિસ્ટ છે. આ યાદીમાં સમાવિષ્ટ દેશોએ ભારે નુકસાન સહન કરવું પડે છે. બ્લેક લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જે FATF ના નિયમોનું પાલન કરતા નથી અને મની લોન્ડરિંગ અને આતંકવાદને લોન આપવામાં સંડોવાયેલા હોય છે. ગ્રે લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેમની પાસે મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગને રોકી શકતા નથી. તેમાં કેટલીક ખામીઓ છે, પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે FATF રોકાણકારો તેમના રોકાણો પાછા ખેંચી લે છે.
આ ઉપરાંત દેશને મળતી નાણાકીય સહાયમાં પણ ઘટાડો થાય છે. ભંડોળનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને સરકાર તેનો ઉપયોગ કયા કામ માટે કરી રહી છે તેનું નિરીક્ષણ વધે છે. આ ઉપરાંત, ગ્રે લિસ્ટમાં સમાવિષ્ટ દેશ પર ઘણા નિયંત્રણો પણ લાદવામાં આવે છે, જે તેની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.
ગ્રે લિસ્ટમાં સામેલ દેશ : અલ્જેરિયા, અંગોલા, બલ્ગેરિયા, બુર્કિના ફાસો, કેમરૂન, કોટ ડી‘આઇવર, ક્રોએશિયા, કોંગો, હૈતી, કેન્યા, લાઓ, પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, લેબનોન, માલી, મોનાકો, મોઝામ્બિક, નામિબિયા, નેપાળ, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ સુદાન, સીરિયા, તાંઝાનિયા, વેનેઝુએલા, વિયેતનામ, યમન.
આ દેશો બ્લેકલિસ્ટમાં સામેલ : ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા, ઈરાન, મ્યાનમાર .