Last Updated on by Sampurna Samachar
ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

હેમાંગ જોશીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી નજીક આવતા જ કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને જાણી ઈને પ્રજા માટે કૃત્રિમ સમસ્યાઓ ઉભી કરે છે. અમુક અધિકારીઓ વિપક્ષી કોર્પોરેટરો સાથે સેટિંગ કરે છે. વોર્ડ નંબર ૧૬માં ખાસ કરીને પાણી પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યું છે. અધિકારીઓ પાણી પુરવઠો બંધ કરીને ગાયબ થઈ જાય છે.
ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે
જ્યારે ભાજપના કોર્પોરેટરો તેમને શોધે ત્યારે તેઓ મળતા નથી, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરનો ફોન આવતા જ અધિકારીઓ તરત હાજર થઈ જાય છે. આવો ભેદભાવ રાખનારા અને વિપક્ષ સાથે ભળેલા અધિકારીઓને સાંસદે ચેતવણી આપી કે, “ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે.
વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ અધિકારીઓને ચીમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે ભળેલા છે. ચૂંટણી વખતે અધિકારીઓ કૃત્રિમ સમસ્યા ઉભી કરે છે. વિપક્ષ સાથે મળીને અમુક અધિકારીઓ કૃત્રિમ સમસ્યા ઉભી કરે છે. આવા અધિકારીઓનો ચૂંટણી બાદ હિસાબ થશે. અધિકારી વિપક્ષી કોર્પોરેટર જોડે સેટિંગ કરે છે. વોર્ડ નંબર ૧૬માં પાણી પોલીટિક્સ શરૂ થાય છે. અધિકારી પાણી બંધ કરીને ગાયબ થઈ જાય છે. ભાજપના કોર્પોરેટર શોધે તો અધિકારી મળે જ નહીં. કોંગ્રેસના કોર્પોરેટર ફોન કરે એટલે અધિકારી હાજર થાય છે.
તેમણે આરોપ લગાવ્યો કે કોર્પોરેટરો અને કેટલાક અધિકારીઓની મીલીભગતથી વિકાસ કામો અટકાવવામાં આવે છે. હેમાંગ જોશીના કહેવા મુજબ પહેલા પાણીના વાલ્વ બંધ કરી તેની ચાવી ગાયબ કરી દેવામાં આવે છે પછી જ્યારે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર પહોંચે ત્યારે જ ચાવી મળી આવે છે અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.
આ સમગ્ર પ્રકરણ દ્વારા લોકોમાં એક ખાસ છબી ઉભી કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાંસદે વધુમાં કહ્યું કે ભાજપના કોર્પોરેટર અધિકારીઓને ફોન કરે ત્યારે તેઓ ઉપલબ્ધ રહેતા નથી, પરંતુ ચોક્કસ નેતાઓ માટે તંત્ર તરત જ કામ કરે છે. તેમણે અધિકારીઓના “સેટિંગ”નો ઉલ્લેખ કરીને કહ્યું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ આવા અધિકારીઓનો પણ હિસાબ લેવામાં આવશે.