મહેસાણામાં કેમિકલ પ્રદુષણથી ગ્રામજનોમાં આક્રોશ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઇ

અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં

(સંપૂર્ણ સમાચાર સેવા)

મહેસાણા જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા જીવલેણ પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. છેલ્લા ૪ વર્ષથી ફેક્ટરીઓના ઝેરી કેમિકલ યુક્ત ધુમાડા અને પ્રદૂષિત વાતાવરણથી તોબા પોકારી ઉઠેલા ૪ થી ૫ ગામના લોકોએ હવે સરકાર સામે આરપારની બાયો ચડાવી છે.

આ લડતમાં આગળ આવેલી સ્થાનિક મહિલાઓએ તંત્રને હચમચાવી મૂકે તેવી ગંભીર ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે સરકાર કાં તો અમને જીવવા માટે શુદ્ધ વાતાવરણ આપે, નહિતર અમને ઈચ્છામૃત્યુની પરમિશન આપી દે.

પ્રદર્શન ફેક્ટરીઓના તાળાબંધી સુધી પહોંચી શકે

ગ્રામજનોનો આરોપ છે કે કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતી ઝેરી હવાને કારણે આસપાસના ગામડાઓમાં રોગચાળો વકર્યો છે. સ્થાનિક નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર તકલીફ, સતત ઉધરસ અને અસહ્ય માથાના દુખાવાની બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે. ઝેરી વાતાવરણના કારણે નાના બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. લોકો શારીરિક અને માનસિક રીતે આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.

સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, ગ્રામજનોએ આ બાબતે સ્થાનિક તલાટીથી લઈને જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને છેક મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં પણ જવાબદાર તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ ફેક્ટરી માલિકો સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને હવે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જો આગામી દિવસોમાં આ પ્રદૂષણ ફેલાવતી કેમિકલ ફેક્ટરીઓ બંધ કરવામાં નહીં આવે અથવા પ્રદૂષણ પર નિયંત્રણ નહીં મેળવાય, તો આ પ્રદર્શન ફેક્ટરીઓના તાળાબંધી સુધી પહોંચી શકે છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.