Last Updated on by Sampurna Samachar
જ્યોર્જિયા મેલોનીનુ જોરદાર સ્વાગત કરતા વડાપ્રધાન એડી રામા
મેલોની સમિટમાં ભાગ લેવા માટે અલ્બેનિયા પહોંચ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અલ્બેનિયાની પહોંચ્યા હતા. જ્યાં અલ્બેનિયાના વડા પ્રધાન દ્વારા મેલોની (Melony) નુ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને લોકો પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે.
અલ્બેનિયન વડા પ્રધાન એડી રામાએ PM મેલોનીનુ એટલું ભવ્ય સ્વાગત કર્યું કે આખી દુનિયા જોતી રહી ગઈ. વડાપ્રધાન મેલોનીને જોઈને વડા પ્રધાન રામ ઘૂંટણિયે બેસી ગયા અને મેલોનીનું રેડ કાર્પેટ પર ચાલતી વખતે હાથ જોડીને સ્વાગત કર્યું. પછી તેણે તેને ગળે લગાવીને આવકાર આપ્યો. વરસાદ વચ્ચે એક દેશના વડાપ્રધાન બીજા દેશના વડાપ્રધાનનું જે રીતે સ્વાગત કરે છે તે જોવું અદ્ભુત હશે.
ઘૂંટણિયે બેસી કર્યુ ભવ્ય સ્વાગત
તમને જણાવી દઈએ કે અલ્બેનિયાની રાજધાની તિરાનામાં યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી સમિટ ચાલી રહી છે. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સમિટમાં ભાગ લેવા માટે અલ્બેનિયા આવ્યા છે. અલ્બેનિયાના વડા પ્રધાને શિખર સંમેલનમાં આવેલા ઇટલીના વડા પ્રધાનનું સ્વાગત કરવા ઘૂંટણિયે પડી ગયા.
જેમ જેમ પ્રધાનમંત્રી રામા ઘૂંટણિયે પડ્યા, મેલોની પોતાની જગ્યાએ અટકી ગઈ અને હસવા લાગી. પછી મેલોની તેમની તરફ આગળ વધે છે. પ્રધાનમંત્રી રામા પણ ઉભા થાય છે અને આવે છે અને મેલોનીને ગળે લગાવીને સ્વાગત કરે છે. બંને રાષ્ટ્રના વડાઓ ઉષ્માભર્યા મુલાકાત કરે છે અને મીડિયા સામે ફોટોશૂટ પણ કરાવે છે.