Last Updated on by Sampurna Samachar
પિતાના અનૈતિક સંબંધને લીધે પરિવારમાં વિખવાદ વધી જતાં
અંતે પુત્ર ઉશ્કેરાઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓલપાડ તાલુકાના કુડસદ ગામે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ પુત્રની હત્યા કરી દેતાં ભારેચકચાર મચી જવા પામી છે. હત્યા પાછળનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારું સામે આવ્યું છે. પિતાનાઆડા સંબંધોથી કંટાળીને પુત્રે પિતાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.

ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાંની આ ઘટના છે, જ્યાં પિતાના અનૈતિક સંબંધને લીધે પરિવારમાં વિખવાદવધી જતાં અંતે પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો. પિતા સોમનાથ રેડ્ડીના અન્ય કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હતા. જેબાબતે ઘરમાં લાંબા સમયથી કકળાટ ચાલતો હતો. આ બાબતે પુત્ર રાજા રેડ્ડી અત્યંત રોષમાં હતો. ઘટનાનાદિવસે પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવીને રાજા રેડ્ડીએ પિતા સોમનાથ રેડ્ડીનેમાથામાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
કુડસદ ગામમાં બનેલી આ હત્યાની ઘટના પાછળ માત્ર એક હત્યા નથી પરંતુ તૂટતા પારિવારિક મૂલ્યોનીકરુણતા છે. સોમનાથ રેડ્ડીના બહારના સંબંધોએ ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે.
પુત્ર રાજા રેડ્ડી પિતાને અનેક વખત સમજાવતા પિતા નહીં સમજતા અંતે પુત્રે પિતાને મોતની ઘાટ ઉતારી દીધાબાદ ફરાર થઈ ગયો હતો. ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં આરોપી રાજા રેડ્ડીનીધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.