Last Updated on by Sampurna Samachar
ઘરે શૌચાલય ન હોવાના કારણે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ
જે ઉમેદવારોના ઘરે શૌચાલયો ન હોય તેમની સામે વાંધા અરજી કરી તેઓ બિનહરીફ રીતે જ ચૂંટણી જીત વારસ્તો મોકળો કરી રહ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શૌચાલયના મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. ચૂંટણીઆયોગના પરિપત્ર મુજબ, ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રહેઠાણ પર શૌચાલય હોવું અનિવાર્ય છે. જો શૌચાલય ન હોય, તો ઉમેદવાર અયોગ્ય ગણાય છે.

જે બાબતનો અન્ય પક્ષના ઉમેદવારો ભરપૂર ફાયદોઉઠાવી રહ્યા છે અને જે ઉમેદવારોના ઘરે શૌચાલયો ન હોય તેમની સામે વાંધા અરજી કરી તેઓ બિનહરીફ રીતેજ ચૂંટણી જીતવા રસ્તો મોકળો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ ગરમાતો જતો હોવાનું દેખાઈ રહ્યું છે.
ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા
ખાસ તો વડોદરામાં ચૂંટણીમાં શૌચાલય મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતોહોવાનું દેખાઈ રહ્યું છે. વડોદરામાં ઘરે શૌચાલય ન હોવાને કારણે કોંગ્રેસના ત્રણ–ત્રણ ઉમેદવારોના ફોર્મ રદથયા હોવાની વિગતો સામે આવી રહી છે.
વડોદરા જિલ્લા પંચાયત તથા શિનોર અને કરજણ તાલુકા પંચાયતમાં શૌચાલય મુદ્દે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે તૂતૂ–મેમે અને બબાલ શરૂ થઈ હતી. જે બાદઆખરે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ રહ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન રણોલી બેઠક પર કોંગ્રેસનાઉમેદવાર ગીતાબેન ઠાકોરના ઘરે શૌચાલય ન હોવાને કારણે તેમનું ફોર્મ રદ કરાયું છે.
ભાજપના ઉમેદવાર કૈરવીબા વાઘેલા આ મામલે વાંધો ઉઠાવતાં તંત્રની તપાસણી બાદ આ ર્નિણય લેવાયો છે. ભાજપ ઉમેદવાર કૈરવીબાની અરજી બાદ સુનાવણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર ગીતાબેનના ઘરે તપાસ કરતા શૌચાલય નહોવાનું સાબિત થતાં તેમનું ફોર્મ નામંજૂર થયું હતું.
વડોદરાની શિનોર બેઠક પર પણ શૌચાલય મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા મળી રહ્યો છે. શિનોર તાલુકાપંચાયતની ચૂંટણીની એક બેઠક પર કોંગ્રેસ તરફથી રમેશ બચુ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણેઘરે શૌચાલય હોવાના કાગળો ફોર્મ સાથે રજૂ કર્યા હતા. આ મામલે ભાજપના ઉમેદવાર પ્રમોદ વસાવાએકોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવા પાસે શૌચાલય નથી તેવી અરજી કરી હતી.
જે મામલે ચૂંટણી અધિકારી મહેશ વિરાણીએ તપાસ કર્યા બાદ રમેશ બચુ વસાવાના ઘરે ખરેખર શૌચાલય ન મળી આવતા તેમનેકોંગ્રેસ તરફથી નોંધાયેલું ઉમેદવારી ફોર્મ નામંજુર થયું છે.આવી જ રીતે વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ કરજણતાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ શૌચાલયનો મુદ્દો ભારે ગરમાયો હોવાનું સામે આવ્યું છે.
કરજણ તા.પં.નીસામળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા સામે પણ શૌચાલય મુદ્દે ભાજપના ઉમેદવારજ્યોત્સનાબેન રાજેએ વાંધો ઉઠાવતાં તેમનું ફોર્મ રદ થયું છે. આમ કોંગ્રેસના હેમલતાબેનનું રદ થતાં ભાજપનાજ્યોત્સનાબેન બિનહરીફ થયા છે. ત્યારે ચૂંટણીમાં આ શૌચાલયનો મુદ્દો હાલ ભારે ચર્ચા જગાવી રહ્યો છે