Last Updated on by Sampurna Samachar
૬ વર્ષ જૂની પરંપરા તૂટે તેવી શક્યતા
આ પાછળનુ કારણ બંને દેશ વચ્ચેના તણાવ જવાબદાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડામાં યોજાઇ રહેલા G – 7 ના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ નહીં લે તેવા સમાચાર સામે આવ્યા છે.. ત્યારે આ સંમેલન ૧૫-૧૭ જૂનની વચ્ચે કેનેડાના અલ્બર્ટામાં આયોજિત થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાનના સામેલ થવાની સંભાવના નહિવત છે. આવું છ વર્ષમાં પહેલીવાર થશે જ્યારે વડાપ્રધાન મોદી G – 7 સંમેલનમાં ભાગ નહીં લે. સંમેલનમાં સામેલ ન થવા પાછળનું કારણ ભારત-કેનેડા તણાવ અને સુરક્ષાની ચિંતાને જણાવવામાં આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, PM મોદીએ કેનેડા (CANEDA) જવા માટેના હાલ કોઈ સંકેત નથી આપ્યા, ન તો કેનેડાના વડાપ્રધાન મોદીએ ય્-૭માં સામેલ થવા માટે ભારતને નિમંત્રણ મોકલ્યું નથી. આ સિવાય ભારતે પણ સંમેલનમાં સામલ થવાની ઈચ્છા વ્યક્ત નથી કરી.
બંને દેશ વચ્ચે જોવા મળ્યો તણાવ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારત-કેનેડા તણાવને જોતા અત્યાર સુધી બંને દેશોમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભારત તરફથી આવી હાઈ-પ્રોફાઇલ મુલાકાત સંભવ નથી. અહીં વાત G – 7 ની નથી પરંતુ, ભારત તેની મેજબાની કરી રહેલા દેશને જોતા ભારતે આ પગલું ભર્યું છે. બે વર્ષ પહેલાં ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડને લઈને બંને દેશોમાં વિવાદ થયો હતો, ત્યારબાદ ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા હતા અને અત્યાર સુધી તેમની નિયુક્તિ કરવામાં નથી આવી.
કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથી તત્ત્વોને જોતા વડાપ્રધાન મોદી માટે ત્યાં જવું ચિંતાનો વિષય છે. G – 7 દુનિયાની ૭ વિકસિત અર્થવ્યસ્થાઓમાં કેનેડા, ફ્રાન્સ, ઈટલી, જાપાન, બ્રિટેન અને અમેરિકાનું સંગઠન છે, જેના વાર્ષિક શિખર સંમેલનામાં દુનિયાના અન્ય પ્રભાવશાળી દેશોના નેતાઓને પણ નિમંત્રણ આપવામાં આવે છે. વડાપ્રધાન મોદી ૨૦૧૯થી આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. જોકે, સંમેલનમાં કયા-કયા દેશ સામેલ થશે તે વિશે કેનેડાએ કોઈ સત્તાવાર જાણકારી નથી આપી, પરંતુ કેનેડાની મીડિયાનું કહેવું છે કે, સંમેલનમાં સભ્ય દેશોના નેતા સિવાય ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુક્રેન અને બ્રાઝીલના નેતાઓ ભાગ લઈ શકે છે.
ભારત-કેનેડાના સંબંધ સપ્ટેમ્બર, ૨૦૨૩માં એવા સમયે ખરાબ થયા હતા, જ્યારે તત્કાલિન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં કથિત ભારતીય એજન્ટની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે ત્યારે આ આરોપોને નકારી દીધા હતા.
કેનેડાએ આ સંબંધિત તપાસની માંગ કરી હતી અને આ તપાસમાં અત્યાર સુધી કંઈ સામે નથી આવ્યું પરંતુ, બંને દેશના સંબંધ ખરાબ થયા છે. કેનેડામાં હવે સરકાર બદલાઈ ગઈ છે. દેશના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથેના સંબંધોને સુધારવાને લઈને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જોકે, હજુ સુધી ભારત-કેનેડાના સંબંધોમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળ્યો.