Last Updated on by Sampurna Samachar
ખાનપુરના બેડવલ્લી ગામે રોડના દબાણના મુદ્દે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો
બેડવલ્લી ગામના લોકોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના રોડ પર જે ગેરકાયદેસર દબાણ છે, તેને હટાવવામાં તંત્રનિષ્ફળ ગયું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકશાહીના પર્વ સમાન ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું બેડવલ્લી ગામ તંત્ર અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યું છે. વર્ષોથી પડતર રોડનાદબાણની સમસ્યાનું નિરાકરણ ન આવતા ગ્રામજનોએ એકમતે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે.

ગામમાં ‘ચૂંટણી બહિષ્કાર‘ના બેનરો લાગતા જ ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખદશરથ બારીયા સહિતના સ્થાનિક આગેવાનો બેડવલ્લી ગામે પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે મિટિંગયોજીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા અને મતદાન કરવા માટે આહવાન કર્યું હતું. ભાજપ દ્વારા સમજાવટનાપ્રયાસો કરાયા હતા કે સમસ્યાનો ઉકેલ જલ્દી લાવવામાં આવશે.
ચૂંટણી બહિષ્કારને મક્કમતાથી આગળ વધારશે
ભાજપના આગેવાનોની સમજાવટ ગ્રામજનોના રોષ સામે ટૂંકી પડી હતી. ગામના આગેવાનો અનેસ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ રોડ પરના દબાણની સમસ્યા ભોગવી રહ્યા છે, જેના કારણે ગામના વિકાસ અને અવરજવરમાં મુશ્કેલી પડે છે. અનેક રજૂઆતો છતાં તંત્ર નિંભર રહ્યું હોવાથી હવે ‘જ્યાં સુધી ઉકેલ નહીં, ત્યાં સુધી મત નહીં‘ના સૂત્ર સાથે તેઓ ચૂંટણી બહિષ્કારને મક્કમતાથી આગળ વધારશે.
બેડવલ્લી ગામના લોકોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના રોડ પર જે ગેરકાયદેસર દબાણ છે, તેને હટાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. જ્યાં સુધી આ દબાણ દૂર કરીને રોડ ખુલ્લો કરવામાં નહીં આવે, ત્યાં સુધી મતદાન તો શું, કોઈપણ રાજકીય પક્ષને ગામમાં પ્રચાર પણ કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.