Last Updated on by Sampurna Samachar
બંને દેશોએ એકબીજાની સહમતિથી ટેરિફમાં ઘટાડો કર્યો
મતભેદો ઉકેલવા માટે ત્રણ મહિનાનો સમય મળી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ચીને તાજેતરમાં એકબીજા પર લાદવામાં આવેલા ભારે ટેરિફ ઘટાડવાનો ર્નિણય લીધો છે. બંને દેશો વચ્ચે બે દિવસની ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો પછી, જીનીવામાં એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ, અમેરિકા અને ચીન ૯૦ દિવસ માટે એકબીજાના ઉત્પાદનો પર ટેરિફ (TERIFFE) અસ્થાયી રૂપે ઘટાડવા સંમત થયા છે. જેથી વેપાર તણાવ ઓછો થઈ શકે અને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓને તેમના મતભેદો ઉકેલવા માટે ત્રણ મહિનાનો સમય મળી શકે.
તાજેતરમાં જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અમેરિકાએ મોટાભાગની ચીની આયાત પર ટેરિફ અસ્થાયી રૂપે ૧૪૫ % થી ૧૧૫ % ઘટાડીને ફક્ત ૩૦% કર્યો છે. આમાં ફેન્ટાનાઇલ સંબંધિત દરનો સમાવેશ થાય છે. ચીને અમેરિકન સામાન પર ૧૨૫% ટેરિફ ૧૧૫% ઘટાડીને ૧૦% કરવા પણ સંમતિ આપી છે. જોકે, આ સોદામાં ખાસ વાત એ છે કે તે ફક્ત ૯૦ દિવસ માટે છે.
ટેરિફ ઘટાડવાની જાહેરાત થઇ
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમ્સન ગ્રીરે જણાવ્યું હતું કે અમેરિકા ચાઈનાના માલ પરના ટેરિફ દરને ૧૪૫ ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરવા માની ગયું છે, જ્યારે ચાઈનાએ યુએસ માલ પરના તેના દરને ૧૦ ટકા કરવા સંમત થયું છે.
ગ્રીર અને યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જીનીવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટેરિફ ઘટાડાની જાહેરાત કરી હતી. બંને અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના ટ્રેડ મુદ્દાઓ પર ચર્ચા ચાલુ રાખવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે.
બે દિવસની વાતચીત પછી એક પત્રકાર પરિષદમાં બોલતા, બેસન્ટે જણાવ્યું હતું કે ઊંચા ટેરિફ સ્તરને કારણે બંને બાજુથી માલનો સંપૂર્ણ નાકાબંધી થશે અને આ એક એવું પરિણામ હતું, જે બંને પક્ષ ઇચ્છતા ન હતા. બેસન્ટે કહ્યું કે આ સપ્તાહના અંતે બંને પ્રતિનિધિમંડળોની સર્વસંમતિ એ છે કે કોઈ પણ પક્ષ અલગ થવા માંગતો નથી. આ અત્યંત ઊંચી ટેરિફનાકારણે… એક વિક્ષેપ પડ્યો. કોઈ પણ પક્ષ આ ઇચ્છતો નથી. અમને ધંધો જોઈએ છે. અમે વધુ સંતુલિત વેપાર ઇચ્છીએ છીએ. મને લાગે છે કે બંને પક્ષો આ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ગયા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકી ડ્યૂટી વધારીને ૧૪૫ ટકા કરી દીધી હતી અને ચીને પણ બદલો લેતા અમેરિકી આયાત પર ૧૨૫ ટકા ડ્યૂટી લગાવી હતી. આટલા ઊંચા ટેરિફનો અર્થ એ છે કે બંને દેશો એકબીજાના ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે, જેના કારણે વેપાર ખોરવાઈ રહ્યો છે, જે ગયા વર્ષે ૬૬૦ બિલિયનથી વધુ હતો. અમેરિકા અને ચીનની આ જાહેરાતને કારણે શેરબજારમાં ઉછાળો આવ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા વધ્યો. જર્મની અને ફ્રાન્સના બજારોમાં ૦.૭ ટકાનો વધારો થયો.