સમયગાળામાં પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો હતો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઉતરાણમાં પરિવારને ઝેરી લાડુ ખવડાવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો

ફ્લેટની સામે રહેતી મહિલાએ લાડુમાં ઝેર ભેળવ્યું હતું આવું કેમ કર્યું તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઉતરાણમાં પરિવારને ઝેરી લાડુ ખવડાવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પાડોશીમહિલા ગુનેગાર નીકળી છે.ઉતરાણ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ આદરી છે, ત્યારે તપાસમાં થયેલા ખુલાસાએ ચોંકાવ્યા છે. ફ્લેટની સામે રહેતી મહિલાએ લાડુમાં ઝેર ભેળવ્યું હતું. આવું કેમ કર્યું તેની પાછળનું કારણ પણ સામે આવ્યું છે.

આરોપી મહિલાની દીકરીએ થોડા સમય અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. દીકરીને ભગાવવામાં પીડિત પરિવારજવાબદાર હોવાની આશંકા આરોપી મહિલાને શંકા હતી. આશંકાને પગલે મહિલાએ ઝેરી દવા ભેળવીને લાડુ મૂક્યા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી છે.

કોઈ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત ષડયંત્ર ?

નોંધનીય છે કે, શહેરમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં ધાર્મિકઆસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો દુરુપયોગ કરીને એક પરિવારને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાંઆવ્યો હતો. ઉત્રાણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રહેણાંક સોસાયટીશાલીગ્રામ હાઇટ્સમાં બનેલી ઘટનાએ શહેરમાં ભય અને ચિંતા બંને ફેલાવી દીધી હતી.

મળતી માહિતી મુજબ, ગોરધનભાઈ ડોંડા પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ગત ૧૦મીતારીખે બપોરના સમયે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા પર એક થેલી લટકતી નજરે પડી હતી. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ આપવાની પરંપરા હોવાથી તેમણે કોઈ શંકા કર્યા વિના તે અંદર લઇગયા હતા. થેલીમાં બુંદીના લાડુ હતા, જેને પરિવારના સભ્યો સાથે વહેંચીને ખાધા હતા.

પરંતુ થોડા સમયગાળામાં પરિસ્થિતિએ નાટકીય વળાંક લીધો હતો. ગોરધનભાઈ, તેમની પત્ની અનેપુત્રવધુને અચાનક ચક્કર આવવા, ઉલટી અને ભારે બેચેની જેવી લક્ષણો અનુભવાવા લાગ્યા હતા. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો અને તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં તબીબોએ પ્રાથમિક તપાસ દરમિયાન મામલો સામાન્ય ફૂડ પોઈઝનિંગથી વધુ ગંભીરહોવાની આશંકા વ્યક્ત કરી હતી. દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચેલા લાડુના નમૂનાઓ તપાસ માટેમંગાવવામાં આવ્યા. તપાસ દરમિયાન લાડુમાંથી ઝેરી ગોળીઓ મળી આવતાં તબીબી સ્ટાફ પણ ચોંકી ઉઠ્યોહતો.

ગોળીઓ સામાન્ય રીતે અનાજ માટે વપરાતી હોવાની માહિતી સામે આવી હતી, જે માનવ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ખુલાસા બાદ સ્પષ્ટ થયું કે કોઈ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત ષડયંત્ર હતું. જે બાદ હવે સમગ્રઘટના અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.