Last Updated on by Sampurna Samachar
રશિયાએ યુક્રેન પર ૫૦૦ ડ્રોન અને ૨૦ મિસાઈલથી હુમલો
ગેસ પાઈપલાઈનને નુકસાન થતાં લાગી હતી આગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહી હતી. જ્યારે રશિયાએ યુક્રેન પર ૪૭૯ ડ્રોન અને ૨૦ મિસાઈલો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેની વાયુસેનાએ કહ્યું કે, આ હુમલામાં ખાસ કરીને દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા યુક્રેને રશિયાની એરબસને નિશાન બનાવી હતી, અને ત્યાર બાદ કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેમાંથી ૨૭૭ ડ્રોન અને ૧૯ મિસાઈલોને હવામાં જ તોડીને નષ્ટ કરવામાં આવી હતી. યુક્રેનના દાવા મુજબ ૧૦ ડ્રોન અને મિસાઈલો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા. હુમલામાં એક શખ્ય ઘાયલ થયો છે. જોકે, યુક્રેનના દાવાની કોઈ પણ રીતે પૂષ્ટિ કરવામાં આવી નથી.
રશિયાના ૨૫ ડ્રોન તોડી પાડવામાં આવ્યા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, પૂર્વ અને ઉત્તર – પૂર્વ મોર્ચો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જોકે તેમણે રશિયા દ્વારા થઈ રહેલા હુમલાથી થતાં નુકસાન અંગે વધુ માહિતી નહોતી આપી. યુક્રેનને તેના પશ્ચિમી સહયોગીથી, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમની જરુરીયાત છે, પરંતુ અમેરિકાની નીતિને લઈને અનિશ્ચિતતાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
આ દરમિયાન રશિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે તેમના પ્રદેશના સાત ભાગમાં ૪૯ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના વોરોનેઝ વિસ્તારમાં ૨૫ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું અને ત્યાં આગ લાગી ગઈ હતી. બે યુક્રેનિયન ડ્રોન મોસ્કોથી ૬૦૦ કિલોમીટર પૂર્વમાં સ્થિત રશિયન પ્રદેશ ચુવાશિયામાં ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.