Last Updated on by Sampurna Samachar
ખેડબ્રહ્મામાં કળિયુગી શ્રવણે માતા અને પુત્રને કુહાડીથી પતાવી દીધો
આ લોહિયાળ ખેલમાં સગી જનેતા, પુત્ર અને પોતે હુમલાખોર યુવક એમ કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે માનવતાઅને લોહીના સંબંધો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને એક યુવકે પોતાના જઘરને સ્મશાનમાં ફેરવી દીધું છે. આ લોહિયાળ ખેલમાં સગી જનેતા, પુત્ર અને પોતે હુમલાખોર યુવક એમ કુલત્રણ લોકોના મોત નીપજ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંગ્રામપુરાના શ્રવણ ગમાર નામના યુવકને પોતાની પત્ની પર શંકા હતી. ગતરોજ આબાબતે ઝઘડો ઉગ્ર બનતા શ્રવણે કુહાડી વડે પત્ની પર હુમલો કર્યો હતો. આ સમયે શ્રવણની માતા અને તેનોપુત્ર પત્નીને બચાવવા વચ્ચે પડતા, ઉશ્કેરાયેલા શ્રવણે પોતાની માતા અને સગા પુત્ર પર કુહાડીના ઝાટકા ઝીંકીદીધા હતા.
કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા
જનેતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની હાલ અમદાવાદસિવિલમાં મોત સામે જંગ લડી રહી છે.માતા અને પુત્રની હત્યા કર્યા બાદ શ્રવણે પસ્તાવામાં પોતે પણ કુહાડીથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ચીસોસાંભળીને દોડી આવેલા શ્રવણના મોટાભાઈ ગોવિંદ અને તેની કાકીએ લોહીથી લથપથ માને જાેઈ પિત્તોગુમાવ્યો હતો.
શ્રવણ પર વળતો હુમલો કરી લાકડાના ફટકા મારતા હુમલાખોર શ્રવણનું પણ મોત નીપજ્યું હતું. આમ, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું છે.
ઘટનાની જાણ થતા જ સાબરકાંઠા ડોગ સ્ક્વોડ અને ટીમો સંગ્રામપુરા પહોંચી હતી. પોલીસે શ્રવણના ભાઈ ગોવિંદની અટકાયત કરી છે અને તેની કાકીને રાઉન્ડઅપ કરી તપાસનો ધમધમાટ શરૂકર્યો છે. સામાન્ય શંકા અને ગૃહ કંકાસે એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.