Last Updated on by Sampurna Samachar
સત્તાધારના Taranova Pizzaની ગાર્લિક બ્રેડમાં નીકળી જીવાત
આ ઘટનાને પગલે ગ્રાહકે પિઝા પાર્લરના સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સત્તાધાર વિસ્તારમાં સામે આવી છે. અહીંઆવેલા જાણીતા Taranova Pizza‘ એકમમાંથી એક ગ્રાહકે ગાર્લિક બ્રેડ ખરીદી હતી. જો કે, ખાતીવખતે આ ગાર્લિક બ્રેડમાં જીવિત જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાને પગલે ગ્રાહકે પિઝાપાર્લરના સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો.

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા Taranova Pizza ખાદ્ય એકમ સામે ગ્રાહકે માત્ર વિરોધ જ નહીં, પરંતુકાયદાકીય લડત પણ શરૂ કરી છે. ગ્રાહકે આ મામલે પોલીસને જાણ કરી હતી અને BNS (ભારતીય ન્યાયસંહિતા) ની કલમ ૨૭૪ અને ૨૭૫ હેઠળ લેખિત ફરિયાદ નોંધાવી છે. ગ્રાહકનું કહેવું છે કે, આવા એકમોલોકોના સ્વાસ્થ્ય માટે જાેખમ ઊભું કરી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
પોલીસ ફરિયાદની સાથે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગમાં પણ સત્તાવાર ફરિયાદનોંધાવી છે.Taranova Pizzaની ગાર્લિક બ્રેડમાં જીવાત નીકળવાની ઘટનાના વીડિયો અને ફોટા સોશિયલમીડિયામાં વાયરલ થતા અન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, ફૂડવિભાગ આ પિઝા એકમ સામે દંડકીય કાર્યવાહી કરે છે કે તેને સીલ મારવામાં આવે છે.