Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનના બહાવલપુરમાં મૃત હાલતમાં મળી આવ્યો
અબ્દુલ અજીજએ અગાઉ ભારત વિરુદ્ધ લગાવ્યા હતા નારા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં ભારતમાં અન્ય એક દુશ્મનનો ખેલ ખત્મ થઈ ગયો છે. આતંકના ચહેરા તરીકે ઓળખાતા જૈશ-એ-મોહમ્મદના સિનિયર કમાન્ડર મૌલાના અબ્દુલ અજીજ ઈસરનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. રહસ્યમય સંજોગોમાં થયેલા આ મૃત્યુએ તમામ આતંકી નેટવર્કમાં હલચલ મચાવી દીધી છે.
આ જાણીતા જૈશ-એ-મોહમ્મદ આતંકીએ ભારતની વિરુદ્ધ ઝેર ઉગલ્યું હતું. પરંતું તેનુ મૃત્યુ કેવી રીતે થયુ, આ હજી સુધી રહસ્ય બની રહ્યુ છે. રિપોર્ટ્સ પ્રમાણે તેને પાકિસ્તાનના બહાવલપુરમાં મરેલી હાલતમાં જોવા મળ્યો હતો, જૈશનું મુખ્ય કાર્યાલય પણ ત્યાં જ છે.
મૃત્યુના કારણ વિશે કોઇ માહિતી નહીં
મળતી માહિતી પ્રમાણે અબ્દુલ અજીજ એ જ આતંકી છે જેણે ગયા મહીને જૈશની એક રેલીમાં ભારત વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેણે ખુલ્લા મંચ પરથી ધમકી આપી હતી કે ભારતની હાલત પણ USSR જેવી જ થશે. તેનું સપનુ તો પુરુ ન થયું પણ તે પોતે જ મોતના મુખમાં ધકેલાઈ ગયો છે. તેના મૃત્યુને લઈને જૈશ અને પાકિસ્તાન સરકારે ચુપ્પી સીધી છે. જૈશ સાથે જોડાયેલા સોશિયલ મિડીયા અકાઉન્ટે તેના મૃત્યુ અને જનાજાને લઈને માહિતી આપી છે. પરંતુ મૃત્યુના કારણ વિશે કોઈ માહિતી મળી નથી.
મળતી માહિતી પ્રમાણે અબ્દુલ અજીજ જૈશ-એ-મહોમ્મદના પંજાબ પ્રાંત અને ખાસ કરીને બહાવલપુર, રાવલપિંડી જેવા વિસ્તારોમાં યુવાઓને કટ્ટરપંથી બનાવવાના અને ભારત વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતો હતો. તેનું મૃત્યુ જૈશ માટે મોટો ઝટકો છે.