Last Updated on by Sampurna Samachar
ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૨૦ કિલોમીટર નીચે નોંધાયું
ચીનના ઘણા વિસ્તારો ધરતીકંપની દ્રષ્ટિએ સક્રિય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના પાડોશી દેશ ચીનમાં સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ઉત્તર ચીનના હેબેઈ પ્રાંતના લેંગફેંગમાં સ્થિત યોંગકિંગ કાઉન્ટીમાં આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૨૦ કિલોમીટર નીચે હતું.
ભૂકંપનું કેન્દ્ર બેઇજિંગની નજીક હતું, જેના કારણે ત્યાંના રહેવાસીઓએ પણ હળવા આંચકા અનુભવ્યા હતા. ચીનની એલર્ટ સિસ્ટમે તરત જ લોકોના ફોન પર એલર્ટ મેસેજ જાહેર કર્યા, જેનાથી લોકોને એલર્ટ રહેવાનો મોકો મળ્યો. નોંધનિય છે કે, ચીન ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ દેશોમાંથી એક છે.
ભૂકંપ બાદ કોઈ મોટું નુકસાન નહીં
ચીન (CHIN) ના ઉત્તરી હેબેઈ પ્રાંતમાં આવેલા ૪.૨ની તીવ્રતાના આ ભૂકંપમાં કોઈ ગંભીર નુકસાન થયું નથી. જાેકે, બેઇજિંગ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈ ઇમરજન્સી પગલાંની જરૂર નથી. ભૂકંપ બાદ કોઈ મોટું નુકસાન થયું નથી.
ચીનમાં ભૂકંપની આશંકા યથાવત છે. આ દેશ વિશ્વના એવા પ્રદેશોમાંનો એક છે જ્યાં નાના-મોટા ભૂકંપ નિયમિતપણે આવે છે. ચીનની ભૌગોલિક સ્થિતિ અને ટેકટોનિક પ્લેટોની ગતિવિધિને કારણે અહીં ભૂકંપની વધુ ઘટનાઓ બને છે.
ચીનનો લેન્ડમાસ એશિયન અને ભારતીય પ્લેટોની અથડામણ વચ્ચે સ્થિત છે. આ ટેકટોનિક સીમા પર સતત દબાણ અને હિલચાલને કારણે ચીનમાં ભૂકંપ સામાન્ય છે. હિમાલયની પર્વતમાળા પણ આ અથડામણનું પરિણામ છે. આ ઉપરાંત, ચીનના ઘણા વિસ્તારો ધરતીકંપની દ્રષ્ટિએ સક્રિય છે, જેમાં પશ્ચિમ અને દક્ષિણ ભાગો ખાસ કરીને ભૂકંપની સંભાવના ધરાવે છે.
૧૨ મે, ૨૦૦૮ના રોજ સિચુઆન પ્રાંતમાં ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં લગભગ ૮૭,૦૦૦ લોકો માર્યા ગયા અને લાખો લોકો બેઘર થયા. આ ભૂકંપથી શાળાઓ, હોસ્પિટલો અને ઘરો સહિત ઘણી જગ્યાઓ પર ખરાબ અસર પડી છે. ભૂકંપ પછી રાહત અને બચાવ કામગીરીમાં વ્યાપક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકાર હતો. આ ધરતીકંપના કારણે ચીનમાં ભૂકંપ પ્રતિરોધક ઈમારતો અને માળખાના વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું.