Last Updated on by Sampurna Samachar
મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી આવી
જેમાં મકાનનો હિસાબ લખેલો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં સચિવાલયના ગેટ પાસે જ એક એસઆરપી જવાને આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવીછે. આપઘાતનું કારણ હજી અકબંધ છે. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતકપાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. જેમાં મકાનનો હિસાબ લખેલો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીછે.

ગાંધીનગરમાં સચિવાલયના ગેટ પાસે એસઆરપી ગ્રુપ ૯ના વડોદરાના જવાને અગમ્ય કારણોસર આપઘાતકરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ જવાન મુળ ભાવનગરનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આપઘાતનું કારણ અંગત હોવાનું સામે આવ્યું છે. મૃતક જવાન રાજેન્દ્રસિંહચંદુભા ગોહિલ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. આ ચીઠ્ઠીમાં કોઈને આપઘાત કરવા જવાબદાર ગણવામાંનથી આવ્યું.
મૃતકે તેની અંતિમ ક્રિયા માટેનું સ્થળ નક્કી કરવાનો અધિકાર તેની પત્નીને આપ્યો છે. મૃતક પાસેથી મળીઆવેલી ચીઠ્ઠીમાં મકાનનો હિસાબ લખેલો છે. પોલીસે આ જવાને આપઘાત કયા કારણે કર્યો તેની વધુ તપાસહાથ ધરવામાં આવી છે. આ મૃતક જવાન રાજ્ય અનામત પોલીસ દળનો જવાન હોવાની માહિતી સુત્રો જણાવીરહ્યાં છે. નવા સચિવાલયના ગેટ નંબર ત્રણ પાસે એક વૃક્ષ પર લટકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે.