ફ્લેટમાંથી ૮૦ હજારની રોકડા તસ્કરો ઉઠાવી ગયા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ધોળે દહાડે ઘરફોડ ચોરીની ઘટના

જામનગરના સીટીસીડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ ની કલમ ૩૦૫() અને ૩૩૧() મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કોઈ તસ્કરોએ ધોળે દહાડે તાળું તોડીઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ ચોરી જવાના બનાવે ચકચાર મચાવી છે.

જામનગરના સીટીસીડીવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ ની કલમ ૩૦૫() અને ૩૩૧() મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી ક્રુણાલભાઈ વિનુભાઈ મેસીયા (..૩૦), હાલ રહે. ખોડિયારકોલોની, અર્ચના એપાર્ટમેન્ટ, જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૧૮/૦૪/૨૦૨૬ના બપોરે .૦૦ થીસાંજે .૦૦ વાગ્યા વચ્ચે કોઈ અજાણ્યો ચોર મુખ્ય દરવાજાનું તાળું તોડી તેમના મકાનમાં પ્રવેશ્યો હતો.

ચોરે ઘરમાં રહેલા કબાટમાંથી પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલ અંદાજે રૂપિયા ૮૦,૦૦૦ રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે, અને અજાણ્યા આરોપીસામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.