Last Updated on by Sampurna Samachar
રાંદેરમાં ફ્લેટ આપવાના નામે ૮.૬૦ લાખની ઠગાઈ
બિલ્ડરે અડાજણ પાટિયા સ્થિત પોતાના ઘરે બોલાવી આતંક મચાવતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રામપુરા વિસ્તારમાં રહેતી એક અસહાય મહિલા અને તેની વૃદ્ધ માતા પાસે ફ્લેટના દસ્તાવેજ પેટે વધારાના નાણાંની માંગણી કરી,રસોડામાંથી ચપ્પુ કાઢી વૃદ્ધાને મોતનો ડર બતાવી લૂંટી લીધી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.બિલ્ડરે અડાજણ પાટિયા સ્થિત પોતાના ઘરે બોલાવી આતંક મચાવતા અંતે મામલોપોલીસ મથકે પહોંચ્યો છે.

રાંદેર પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ રામપુરા નૂરી મહોલ્લામાં રહેતી સાબેરાબીબી મંસુરીએ ૨૦૨૨માંમોહમ્મદ શાકિબ મુનાફ ઝરીવાલા પાસેથી કોસંબાના અલીપાર્ક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું.
પૈસા આપો છો કે મારી નાખું આ ડોશીને ?
જેના પેટે સાબેરાબીબીએ ટુકડે–ટુકડે રૂ.૮.૬૦ લાખ રોકડા ચૂકવ્યા હતા.તેમ છતાં શાકિબ દસ્તાવેજ કરીઆપવામાં આનાકાની કરતો હતો અને વધારાના રૂ.૫૦ હજારની માંગણી કરતો હતો.
વીસેક દિવસ પહેલા સાબેરાબીબી અને તેમની માતા નાઝેરાબીબી બિલ્ડર શાકિબના રાંદેર સ્થિત ‘સુકુનરો–હાઉસ‘રજૂઆત કરવા ગયા,ત્યારે શાકિબ ઝરીવાલાએ રસોડામાંથી ચપ્પુ લઈ આવી વૃદ્ધા નાઝેરાબીબીનીછાતીએ તાકી દીધું હતું.આરોપીએ ધમકી આપી હતી કે, પૈસા આપો છો કે મારી નાખું આ ડોશીને ? મોત સામેદેખાતા ગભરાયેલી પુત્રીએ પોતાની પાસે રહેલા રોકડા ૫ હજાર આપી માંડ–માંડ જીવ બચાવ્યો હતો.
ભોગ બનનાર સાબેરાબીબીના પિતાનું ૨૦૨૧માં અવસાન થયું હતું.આરોપી માથાભારે હોવાથી શરૂઆતમાંફરિયાદ કરવાની હિંમત ચાલી નહોતી,પરંતુ સગા–સંબંધીઓની સમજાવટ બાદ રાંદેર પોલીસના દ્વાર ખખડાવ્યાછે.પોલીસે આ મામલે છેતરપિંડી, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મોહમ્મદ શાકિબમુનાફ ઝરીવાલા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.