ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફરી શ્રમિકોની અછત

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શ્રમિકોની અછત સર્જાઇ

ગેસ સિલિન્ડરની અછત અને હવે ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતનમાં રવાના થઈ રહ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

સુરત શહેરમાં કાપડ ઉદ્યોગ ફરી એકવાર શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યો છે. પહેલા ગેસ સિલિન્ડરનીઅછત અને હવે ઉનાળુ વેકેશનને કારણે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતનમાં રવાના થઈ રહ્યા છે, જેના કારણે ટેક્સટાઇલ મિલો અને પ્રોસેસિંગ હાઉસમાં કામકાજ પર અસર પડી રહી છે.

ગેસ સિલિન્ડરની સમસ્યા: છેલ્લા કેટલાક સમયથી ગેસ સિલિન્ડરની અછતને કારણે શ્રમિકોના રોજિંદા જીવનપર અસર પડી હતી, પરિણામે ઘણા શ્રમિકો વહેલા વતન પરત ફર્યા હતા. દર વર્ષે ઉનાળાની સીઝનમાં શ્રમિકો લગ્નપ્રસંગો અને ખેતીકામ માટે વતને જતા હોય છે. વર્ષે પણ વેકેશન પડતાની સાથે શ્રમિકોએ વતનનીવાટ પકડી છે.

લાંબા ગાળે ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતું નથી

શ્રમિકોની અછતને કારણે કાપડના ઉત્પાદન અને પ્રોસેસિંગની ક્ષમતામાં ઘટાડો થયો છેઉદ્યોગ જગતનાઅગ્રણીઓનું માનવું છે કે સમસ્યા ટૂંકા ગાળા માટે છે. સામાન્ય રીતે દિવાળી અને હોળીધૂળેટીમાં શ્રમિકોવતને જાય છે અને વરસાદ શરૂ થયા બાદ પરત ફરી જાય છે, જેથી લાંબા ગાળે ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતું નથી.

હાલમાં ઉદ્યોગકારો દ્વારા શ્રમિકોને પરત બોલાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રમિકો વહેલાસુરત પરત ફરે અને ફરીથી રોજગારી મેળવી શકે તે માટે મિલ માલિકો દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં શ્રમિકો પરત ફરતા ઉદ્યોગ ફરી ધમધમતો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહીછે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.