Last Updated on by Sampurna Samachar
ચૂંટણી પ્રસાર દરમિયાન બની ઘટના
પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલંબિયા (Colombia) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબેને ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગીના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે. જ્યારે ઉરીબે પર આ હુમલો થયો ત્યારે તેઓ બોગોટામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે કોલંબિયામાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે, તેથી ઉરીબેને જીતનો મુખ્ય દાવેદાર માનવામાં આવતા હતા. ઉરીબે વિરોધી પાર્ટી સેન્ટ્રો ડેમોક્રેટિકો કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય છે. આ કેસમાં પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી છે.
ઉરીબે કોલંબિયાના જાણીતા નેતા
આ કેસમાં માહિતી આપતા બોગોટાના મેયરે કહ્યું કે હુમલો શહેરના ફોતિંબોન વિસ્તારમાં થયો હતો. હુમલાને ધ્યાનમાં રાખીને શહેરભરની હોસ્પિટલો એલર્ટ પર છે. ટ્રમ્પ સરકારમાં વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ કહ્યું કે અમે હત્યાના પ્રયાસની નિંદા કરીએ છીએ. આ હુમલો લોકશાહી માટે ખતરો છે.
તમને જણાવી દઈએ કે ઉરીબે કોલંબિયાના જાણીતા નેતા છે. તે કોલંબિયાના એક અગ્રણી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા ઉરીબે એક ઉદ્યોગપતિ હતા. જ્યારે તેમની માતા એક પ્રખ્યાત પત્રકાર રહી છે. જે બચાવ કામગીરી દરમિયાન માર્યા ગયા હતા.