Last Updated on by Sampurna Samachar
રાજકોટના બેંક કર્મચારીના અપહરણ કેસમાં ૫ આરોપી ઝડપાયા
રૂપિયાની લેવડ દેવડને લઈને વિવાદ સર્જાતા આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનું અપહરણ કર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળજબરીથી ઉઘરાણીનાગુનામાં પોલીસે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે. રાજકોટના બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરીતેમને જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી અને મારકૂટ કરી રૂપિયા પડાવવાનાઆરોપો સામે આવ્યા છે.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડાઅને અમિત ચાવડાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક અજાણ્યો શખ્સ પણ સંડોવાયેલ હોવાનું સામેઆવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, ૨૭.૨૦ લાખ રૂપિયાની લેવડદેવડને લઈને વિવાદ સર્જાતા આરોપીઓએ કાવતરું રચીફરિયાદીનું અપહરણ કર્યું હતું. જામનગર ખાતે એક બંગલામાં રાખી ધમકીઓ આપી અને મારકૂટ કરી અંદાજે૯.૭૫ લાખ રૂપિયા બળજબરીથી વસૂલ્યા હતા.આ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડકરી વધુ તપાસ હાથ ધરી છે.