Last Updated on by Sampurna Samachar
મોંઘવારીથી રાહત આપવા માટે લોન આપવા કરી જાહેરાત
સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને ૪ ટકા કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર ૨ લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા ૧.૬ લાખ રૂપિયા છે. અગાઉ સતત ૧૧ મી વખત RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો ર્નિણય લીધો હતો. એટલે કે રેપો રેટ ૬.૫ ટકા પર રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને ૪ ટકા કર્યો છે. જેના કારણે દેશની બેંકોને ૧.૧૫ લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે.
નાણાકીય નીતિની સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતમાં વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત કૃષિ લોનની મર્યાદા ૧.૬ લાખ રૂપિયાથી વધારીને કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨ લાખ સુધીનો ર્નિણય કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોનો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે. નોંધનીય છે કે ૨૦૧૦માં RBI એ કોઈપણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે ૧ લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી. બાદમાં ૨૦૧૯માં તે વધારીને ૧.૬ લાખ રૂપિયા કરવામાં આવી હતી. RBI એ કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર જારી કરવામાં આવશે.
મહત્વનું છે કે, ભારતીય રિઝર્વ બેંક એ ચાલુ નાણાકીય વર્ષની પાંચમી નાણાકીય નીતિની બેઠકમાં સતત ૧૧મી વખત નીતિ દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને ૬.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. જોકે, અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય બેંકે કેશ રિઝર્વ રેશિયો ૪.૫ ટકાથી ઘટાડીને ચાર ટકા કર્યો છે. આ પગલાથી બેંકોમાં ૧.૧૬ લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ ઉપલબ્ધ થશે.
CRR હેઠળ, વ્યાપારી બેંકોએ તેમની થાપણોનો ચોક્કસ હિસ્સો કેન્દ્રીય બેંક પાસે રોકડ અનામત તરીકે રાખવાનો હોય છે. આ સાથે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, RBI એ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કર્યો છે. RBI એ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારીનો અંદાજ પણ ૪.૫ ટકાથી વધારીને ૪.૮ ટકા કર્યો છે.