Last Updated on by Sampurna Samachar
આગામી સુનાવણી ૧૦ જુલાઈના રોજ થશે
સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવા પર રોક લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં મેઘાલય સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની બેન્ચ કરી રહી છે. મેઘાલય સરકારે મેઘાલય હાઈકોર્ટના એ ર્નિણયને પડકાર આપ્યો હતો, જેમાં રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપ્યા હતા. હવે આ જામીન આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી પણ ઓર્ડર આવી ગયો છે.

રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન પર રોક લગાવવાની ના પાડી દીધી છે. કોર્ટે કહ્યું કે કેમ કે તે પહેલાથી જેલમાંથી મુક્ત થઈ ગઈ છે, એટલા માટે હાલમાં તેની મુક્તિમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. આ મામલાની આગળની સુનાવણી હવે ૧૦ જુલાઈના રોજ થશે.
સોનમ રઘુવંશી વિરુદ્ધ કેટલાય પુરાવા અને ઈલેક્ટ્રોનિક એવિડેન્સ જપ્ત કર્યા
રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હવે ૧૦ જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે. આગામી સુનાવણી એ જ દિવસે આગળની કાનૂની દલીલો અને હાઈકોર્ટના જામીન આદેશ સાથે જોડાયેલા મુદ્દા પર કરવામાં આવશે. રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં સુપ્રીમ કોર્ટે હાલમાં સોનમ રઘુવંશીના જામીન પર રોક લગાવવાની ના પાડી દીધી છે. મેઘાલય સરકારની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સોનમ રઘુવંશી પાસેથી જવાબ માંગ્યો છે અને આ મામલામાં આગામી સુનાવણી માટે આગામી તારીખ આપી છે.
મેઘાલય સરકારે હાઈકોર્ટના એ ર્નિણયને પડકાર આપ્યો છે, જેમાં સોનમ રઘુવંશીને જામીન આપ્યા હતા અને તેના જામીન રદ કરવાની માગ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ શીલ નાગૂની બેન્ચ કરી રહી હતી.
રાજા રઘુવંશી હત્યાકાંડ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એક અન્ય હાલના મામલાનો હવાલો આપ્યો. જેમાં કથિત રીતે એક પત્નીએ પોતાની પતિની હત્યાની વાત કહી, જે તેના વિગ પહેરવા સાથે જોડાયેલી હતી. તેમણે આ ઉદાહરણ દ્વારા કોર્ટ સામે પોતાનો તર્ક રજૂ કર્યો. આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, શરુઆતમાં આદેશ પર રોક લગાવવાનો વિચાર હતો, પણ આરોપી પહેલાથી જામીન પર મુક્ત થઈ ચૂકી છે, એટલા માટે આ સ્તર પર બહુ કડક વલણ અપનાવવા પર વિચાર થઈ રહ્યો છે.
રાજા રઘુવંશી હત્યાકાંડ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, પોલીસે અત્યાર સુધીમાં સોનમ રઘુવંશી વિરુદ્ધ કેટલાય પુરાવા અને ઈલેક્ટ્રોનિક એવિડેન્સ જપ્ત કર્યા છે. કોર્ટે એવું પણ પૂછ્યું કે કેસ હાલમાં કયા તબક્કામાં છે, જેના પર સોલિસિટર જનરલે જણાવ્યું કે, કેસ હાલમાં ટ્રાયલ સ્ટેજ પર છે અને તેમાં ૯૪ પુરાવા સાથે પૂછપરછ થવાની છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશને લઈ શરૂઆતી વાંધા છે અને સંકેત આપ્યા છે કે આ આદેશ પર રોક લગાવી શકે છે, જેથી ટ્રાયલ પર અસર ન થાય. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી કે પહેલાથી જામીન અરજી પર ઉઠાવવામાં આવેલા મુદ્દાથી અલગ અમુક નવા તર્ક સામે આવી રહ્યા છે. વળી આરોપી પક્ષના વકીલે દલીલો આપી કે ધરપકડ ટ્રાન્ઝિટ ઓર્ડરથી પહેલા થઈ હતી અને ધરપકડના કારણો સ્પષ્ટ નથી બતાવ્યા.